Sunday, April 19, 2026
HomeGujaratVadodaraવડોદરાની બે મોટી કેમિકલ કંપનીઓ પર ITના દરોડા, 30 સ્થળોએ સર્ચ ઓપરેશન

વડોદરાની બે મોટી કેમિકલ કંપનીઓ પર ITના દરોડા, 30 સ્થળોએ સર્ચ ઓપરેશન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara IT raid : આજે વડોદરાની કેમીકલ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો હતો, કારણ કે આજે સવારે વડોદરાની બે મોટી કેમિકલ કંપની (Chemical Company) પર ઈન્કમ ટેક્ષ વિભાગની ટીમે દરોડો (Income Tax raid) પાડ્યો હતો. બે કંપનીઓના અંદાજીત 30 જેટલા સ્થળો પર ઈન્કમ ટેક્ષ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કંપનીઓની કોર્પોરેટ ઓફિસથી લઈને કંપનીના પ્લાન્ટ સુધી સંકળાયેલા તમામ સ્થળો પર ઈન્કમ ટેક્ષ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના બે મોટા કેમિકલ ગ્રુપ ઉપર ઈન્કમ ટેક્ષ વિભાગે તવાઈ બોલાવી છે. વડોદરાના નંદેશરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલ અને જયપ્રકાશ ગોયલના કેમિકલ ગ્રુપ ઉપર ઈન્કમ ટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે. આ કંપનીઓના માલિક દિલીપ શાહ અને મનીષ શાહને ત્યાં પણ ઈન્કમ ટેક્ષ વિભાગે તપાસ શરૂ કરી છે. સાથે જ ગોયલ ગ્રુપના ગાંધીધામના ભીમાસરમાં આવેલા કચ્છ કેમિકલ પ્લાન્ટ ઉપર પણ ઈન્કમ ટેક્ષ વિભાગે દરોડો પાડ્યો છે.

- Advertisement -

આમ વડોદરાની કેમિકલ કંપનીઓની કોર્પોરેટ ઓફિસથી લઈને પ્લાન્ટ સુધી તમામ સ્થળો પર ઈન્કમ ટેક્ષ વિભાગે દરોડો કર્યો છે. જેમાં દિલ્હી, વડોદરા અને કચ્છ મળી કુલ 30થી પણ વધુ જગ્યાઓનો સમાવેશ થાય છે. ઈન્કમ ટેક્ષ વિભાગેના સર્ચ ઓપરેશનની તપાસના અંતે મોટાપાયે બેહિસાબી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. કારણ કે આ કંપનીઓ વિદેશમાં પણ માલસામાન એક્સપોર્ટ કરતી હોવાના કારણે કંપનીના રિફંડથી લઈને તમામ વ્યવહારોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. IT વિભાગની આ રેડને ચાલુ નાણાંકિય વર્ષમાં વડોદરામાં અત્યાર સુધીની સૌથી મોટી ઈન્કમ ટેક્ષને કાર્યવાહી માનવામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular