Saturday, May 2, 2026
HomeGujaratJamnagarજામનગરમાં વેપારીના મોઢે લાલ મરચાની ભૂકી નાખી લાખો રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી...

જામનગરમાં વેપારીના મોઢે લાલ મરચાની ભૂકી નાખી લાખો રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી આરોપીઓ ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar Loot : ગુજરાતમાં દિવસને દિવસે અલગ-અલગ જિલ્લાઓમાં લૂંટની ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાઈ રહી છે. હવે લોકોને પોતાના વાહન પર પૈસાને લઈ જવું પણ અસુરક્ષિત બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેટલાક લૂંટરાઓ લોકોને શિકાર બનાવી લાખો રૂપિયાની લૂંટ (Robbery) ચલાવી રહ્યા છે. ત્યારે વધુ એક ધોળા દિવસે લૂંટની (Loot) ઘટના જામનગરના (Jamnagar) રંગપર ગામ ખાતેથી સામે આવી છે. વેપારી બિયારણના 20 લાખ રૂપિયા ભરેલી બેગ બાઈક પર લઈને ઘરે જઈ રહ્યો હતો, ટે દરમિયાન બે જેટલા લૂંટારાઓ વેપારીને અટકાવી તેના મોઢે મરચાની ભૂંકી નાંખી પૈસા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે વેપારીએ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનને (Meghpar Padana Police Station) જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વેપારીનું નિવેદન નોંધી લૂંટારાઓને પકડવાની કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદી ગતરોજ મંગળવારે 3 વાગ્યાની આસપાસ વેચાણ કરેલા બિયારણના લાખો રૂપિયા ભરેલી બેગ બાઈક પર મૂકી ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમિયાન રંગપર ગામથી કાનાલુસ તરફ બે લૂંટારાઓ બાઈક લઈને ઉભા હતા. તેમજ લૂંટના પ્લાનિંગ મુજબ વેપારીને લૂંટારાઓએ અટકાવ્યો હતો. લૂંટારાઓએ વેપારીની આંખમાં લાલ મરચાની ભૂંકી નાંખી અને વેપારી પાસે રહેલા લાખો રૂપિયાની બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. જોકે વેપારીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

- Advertisement -

લૂંટની ઘટનાને લઈ વેપારીએ મેઘપરા પડાણા પોલીસની ટીમને જાણ કરી હતી. જેના પગલે મેઘપરા પડાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટ મામલે વેપારીનું નિવેદન નોંધી લૂંટ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં વેપારીએ પોલીસને જણાવ્યા મુજબ બંને લૂંટારા મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા અને હિરો સ્પ્લેન્ડર બાઈક હતી. ઘટનાસ્થળે લાગેલા CCTV કેમેરા ફૂટેજના અધારે લૂંટારાઓને પકડી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી છે. રંગપર ગામમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવતા ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular