Saturday, May 2, 2026
HomeNationalદમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ઘરે EDના દરોડા, દોઢ કરોડથી વધુ રોકડ...

દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ઘરે EDના દરોડા, દોઢ કરોડથી વધુ રોકડ મળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દમણઃ ED Raid in Daman: દમણ અને વલસાડમાં (Valsad) આજે EDની ટીમે ધામા નાખ્યા છે. દમણ (Daman) પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલના (Sukha Patel) ઘરે EDએ દરોડો (ED Raids) પાડ્યો છે. EDએ દમણ અને વલસાડમાં સુરશ પટેલના જુદા-જુદા નવ જેટલા ઠેકાણા પર દરોડો કર્યો છે. સુરેશ પટેલના ઠેકાણા પર EDએ દરોડો કરતાં રૂપિયા 1.62 કરોડની રોકડ રકમ મળી આવી આવી હતી. જે પૈકી 1 કરોડની રકમ 2000ની ચલણી નોટોમાં હતી. જે હાલ રિઝર્વ બેંક દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે.

ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ દમણ અને વલસાડમાં નવ રહેણાંક અને કોમરસિયલ જગ્યાઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDએ સુરેશ પટેલ અને તેના સાથીઓની જગ્યાઓ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. સુરેશ પટેલ અને તેના સાથીદારો સામે અગાઉ દમણ પોલીસ, ગુજરાત પોલીસ અને મુંબઈ પોલીસમાં ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર હથિયારો રાખવા, હત્યા, ખંડણી વગેરેના ગુના નોંધાયા હતા. આ ઉપરાંત સુરેશ પટેલ સામે 35થી વધુ કેસ નોંધાયેલા છે.

- Advertisement -

સુરેશના સાથીદારો સામે ગુજરાત અને દમણના વિવિધ પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી, હત્યા, ખંડણી, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર હથિયારો, લૂંટ, સરકારી કર્મચારીઓ પર હુમલા, બનાવટી પાસપોર્ટ વગેરે જેવા ગુના નોંધાયેલા હોવાનું EDની તપાસમાં બહાર આવ્યું છે. EDના દરોડો દરમિયાન 100થી વધુ મિલ્કતોના દસ્તાવેજ, પાવર ઓફ એટર્ની, જુદી-જુદી ફર્મ/કંપની, સંસ્થાનોને લાગતા શંકાસ્પદ દસ્તાવેજો, રોકડ વ્યવહારો, 2 બેંક લોકરની ચાવી, ડિજીટલ પુરાવા મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular