નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: GPSSB Result 2023: ગુજરાતમાં સરકારી નોકરીની આશા સાથે બેઠેલા કેટલાક યુવાનોની આતુરતાનો આજે અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)દ્વારા લેવામાં આવેલી તલાટી (Talati Exam Result 2023) અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું (Junior Clerk Result 2023) આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બાને પરીક્ષાનું પરિણામ આજે એક સાથે જાહેર કરી દેવામાં આવ્યું છે.
9 એપ્રિલના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી જૂનિયર કલાર્ક વર્ગ-3ની પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 7 લાખથી પણ વધારે ઉમેદવારોએ જૂનિયર કલાર્કની પરીક્ષા આપી હતી. જેમાં પ્રથમ વખત પેપર ફૂટવાના કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી ત્યાર બાદ ફરી બીજી વખત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને કોઈ ગેરરિતી અને વિવાદ વગર સફળતાપૂર્વક પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓ છેલ્લા લાંબા સમયથી આ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. સરકારે સત્તાવાર પરિણામો જાહેર કર્યા છે. જુનિયર કલાર્કના ઉમેદવારો formonline.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ તેમજ resultview.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ પરથી પણ પરિણામ જોઈ શકશે.
7 મેના રોજ ગુજરાતમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાનું પણ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. 3470 તલાટીની જગ્યા પર લેવાયેલી પરીક્ષામં 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાની જવાબદારી પણ ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની સોંપવામાં આવી હતી. આ પરીક્ષા પણ તેમના અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ વિવાદ વગર પૂર્ણ થઈ હતી. ત્યારે આજે આ પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તલાટીના ઉમેદવારો formonline.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ તેમજ resultview.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








