Thursday, April 16, 2026
HomeGujaratVadodaraવડોદરામાં પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની કરી હત્યા, જાણો શું હતું...

વડોદરામાં પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની કરી હત્યા, જાણો શું હતું કારણ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધોમાં હત્યાઓ થઈ જવાની ઘટનોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં (Vadodara) વધુ એક પ્રેમ સંબંધનો (Love Affair) કરૂણ અંજામ આવ્યો છે. એક પ્રેમિકાએ પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીની હત્યા કરી હોવાની ઘટના વડોદરામાંથી સામે આવી છે. હત્યા કરવાના પ્લાન સાથે પ્રેમિકાએ તેના પૂર્વ પ્રેમીને મળવાના બહાને બોલાવ્યો હતો અને તેની સાથે ઝઘડો કર્યો હતો. તે દરમિયાન યુવતીનો પ્રેમી પણ ત્યાં હાજર હતો. પ્રેમિકાએ પૂર્વ પ્રેમીને પકડી રાખ્યો હતો અને તેના પ્રેમીએ યુવકના પેટના ભાગે છરી ઘા મારી યુવકની હત્યા કરીને બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ સમ્રગ મામલે પરિવારે બાપોદ પોલીસને (Bopad Police) જાણ કરતા બાપોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદીના પુત્ર પ્રહલાદને પાલક નામની એક છોકરી સાથે પ્રેમ સંબંધો હતા, બાદમાં પકલને પાર્થિવ નામના એક છોકરા સાથે મિત્રતા થઈ હતી અને બાદમાં મિત્રતા પ્રેમમાં પરવર્તી હતી. જેના કારણે પ્રહલાદ અને પાર્થિવ વચ્ચે ઘણી વાર ઝગડા પણ થયા હતા. પાલક પણ પાર્થિવના પ્રેમમાં હોવાથી તેણે પ્રહલાદથી પીછો છોડાવવા માટે પાર્થિવને વાત કરી હતી. ત્યાર બાદ બંનેએ સાથે મળીને પ્રહલાદની હત્યા કરવાનું કાવતરું ધડ્યું હતું. આ કાવતરા મુજબ પ્રથિવે પ્રહલાદને ફોન કર્યો અને કહ્યું કે પાલક તને મળવા બોલાવે છે. જ્યારે પ્રહલાદ પાલકને મળવા ગયો ત્યારે પાલક અને પાર્થિવે સાથે મળીને પ્રહલાદની હત્યા કરી દીધી હતી.

- Advertisement -

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આ સમ્રગ ઘટનાની જાણ પરિવારને થતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેમનો દીકરો પડ્યો હતો. ઘટનાની જાણ પરિવારજનોએ બાપોદ પોલીસને કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવકનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે વડોદરાની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમનો દીકરો પલક નામની યુવતીને મળવો ગયો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા મૃતક યુવાનની કોલ ડિટેઈલ્સમાં આરોપી સાથેની વાતચીત પણ મળી આવી હતી. જે અંગે પોલીસે પલક ઠાકોર અને પાર્થિવ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular