Friday, May 1, 2026
HomeGeneralગાંધીનગરમાં રિવ્યુ મિટિંગમાં ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને મહિલા IAS બાખડયા, જાણો...

ગાંધીનગરમાં રિવ્યુ મિટિંગમાં ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને મહિલા IAS બાખડયા, જાણો પછી શું થયું…

- Advertisement -

જયેશ શાહ (નવજીવન.કચ્છ) : ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલમાં સોમવારે મળેલી રિવ્યુ મિટિંગમાં એક મંત્રી અને IAS અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હતી. રાજયકક્ષાના ઉર્જા મંત્રી મુકેશ પટેલે GUVNLનાં મેનેજીંગ ડિરેક્ટર એવા મહિલા આઈએએસ અધિકારી શાહમીના હુસેન સામે સુરતમાં સબ સ્ટેશનની જમીન લેવાના મામલે ઉગ્ર ચર્ચા કરી હતી. મામલો એટલી હદે વણસી ગયો હતો કે, મંત્રી મુકેશ પટેલ ચાલુ મિટિંગ દરમિયાન ત્રણેક વખત તો ઉભા થઈને બહાર નીકળી ગયા હતા. જેને પગલે બેઠકમાં ઉપસ્થિત આઈએએસ અધિકારીઓ અને કેબીનેટ કક્ષાનાં મિનિસ્ટર કનુભાઈ દેસાઈ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.



- Advertisement -

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ચેમ્બરમાં સોમવારે સાંજે ચાર વાગે ઉર્જા વિભાગની રિવ્યુ મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં રાજયકક્ષાના મિનિસ્ટર એવા ઓલપાડ વિધાનસભા ક્ષેત્રનાં MLA સહિત ઉર્જા વિભાગનાં અગ્ર સચિવ મમતા વર્મા, ઉર્જા વિભાગ સાથે સંકળાયેલા નિગમના એમડી ઉપસ્થિત હતા. દરમિયાન સુરત જિલ્લામાં સબ સ્ટેશનની જમીન સંપાદિત કરાવવાને મુદ્દે મંત્રી મુકેશ પટેલ મહિલા આઈએએસ શાહમીના હુસેન ઉપર ઉગ્ર થઈ ગયા હતા. વાત એટલી વણસી ગઈ હતી કે, તેઓ કાનુભાઈની ચેમ્બરમાંથી ચાલુ મીંટિંગમાં ત્રણેક વખત ઉભા થઈને ચાલ્યા ગયા હતા, પરંતુ કોઈએ તેમને અટકાવ્યા ન હતા અને તેઓ જાતે પાછા મિટિંગમાં આવીને બેસી ગયા હતા.

આ મામલે મિનિસ્ટર મુકેશ પટેલનો સંપર્ક કરતા તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. મંત્રી અને આઈએએસ વચ્ચેની આ માથાકૂટ મિટિંગમાં ઉપસ્થિત ઓફિસર્સ અને અન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બની હતી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular