નવજીવન.અમદાવાદ: ગુજરાતે વિદ્યાર્થી આંદોલનો દ્વારા ઘણા નેતાઓ આપ્યા છે. યુવરાજસિંહ જાડેજા પણ તેમના જ એક નેતા છે. LRD અને બિનસચિવલય આંદોલન દ્વારા નામના મેળવવા વાળા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) સતત વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવતા રહે છે. તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાની (Head clerk paper leak) માહિતી બહાર લાવ્યા બાદ હવે યુવરાજસિંહે સરકાર પર અન્ય પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
થોડા સમય અગાઉ ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલી ભરતીમાં પણ કૌભાંડ થાય હોવાના યુવરાજસિંહે સરકાર પર આક્ષેપ કર્યા હતા. આ અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે, ” ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલી ભરતીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં ખુલાસા કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “UGVCL, MGVCL, PGVCL અને DGVCLની ભરતીમાં કૌભાંડ થયાં છે. આ ભરતી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર અવધેશ પટેલ છે. આ ઉપરાંત ધવલ પટેલ, કૃસાંગ પટેલ અને હિતેષ પટેલ પણ આ કૌભાંડમાં જોડાયેલા છે. આ સમગ્ર કૌભાંડ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. આ ભરતીમાં એક જ ગામના 17 લોકોને ગેરરીતિ કરીને નોકરી આપવામાં આવી છે. આ કિસ્સામાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા AP સેન્ટર છે.”
તેમણે આ મુદ્દે એક સ્વતંત્ર SITની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું એ હું અહીંયા એક વિદ્યાર્થી આગેવાન તરીકે ખુલાસો કરી રહયા છું કોઈ રાજકીય પાર્ટીના નેતા તરીકે નથી આવ્યો. જેથી કોઈ પણ સત્તાપક્ષ કે વિપક્ષ આ મુદ્દા પર રાજકીય રોટલા શેકે નહીં.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












