Sunday, April 19, 2026
HomeGujaratRajkotરાજકોટમાં પતિ-પત્નીના ઝઘડામાં જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો

રાજકોટમાં પતિ-પત્નીના ઝઘડામાં જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતનાં લોકોની માનસિકતા હિંસક થતી જતી હોય તેવું છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે, નાની-નાની વાતોમાં હત્યા જેવા અપરાધો કરતાં પણ હવે લોકો ખચકાતાં નથી. તાજેતરમાં રાજકોટમાં (Rajkot) પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ પોતાની પત્ની પરનો ગુસ્સો સસરા પર કાઢ્યો છે અને સસરા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બાબતે રાજકોટ તાલુકા પોલીસે (Rajkot Taluka Police) હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધીને આરોપી જમાઈને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાથમિક જાણકારી મુજબ, જામનગરમાં રહેતી સંધ્યાના લગ્ન 10 વર્ષ અગાઉ હિતેષ નામના યુવક સાથે થયા હતા. થોડા દિવસ અગાઉ બંને વચ્ચે કોઈ બાબતે માથકૂટ થતા મહિલા રિસાઈને પોતાના પિયર રાજકોટમાં આવી ગઈ હતી. તેમના લગ્ન દરમિયાન બે સંતાનો હતા. જેમાં એક દીકરાનો જન્મદિવસ હોવાથી સંધ્યાબેન જામનગર ગયા હતા અને પોતાના બાળકને પતિની જાણ બહાર પિયર રાજકોટ લઈ આવ્યા હતા. જોકે સમ્રગ બાબાતની જાણ મહિલાના પતિને થતા મહિલાનો પતિ ગુસ્સે થયો હતો. પોતાના મિત્ર સાથે ગતરોજ ગુરુવારે રાત્રિ 8 વાગ્યાના અરસામાં હિતેશ તેના મિત્ર સાથે લાકડી ધોકા સાથે પત્નીના પિયરમાં ધૂસી આવ્યો હતો અને હોબાળો કર્યો હતો. તેમજ મહિલાને ઢોર માર મારી મારો પુ્ત્ર પાછો આપ તેવું કહી અભદ્ર ગાળો આપી હતી.

- Advertisement -

ત્યાર બાદ જબદસ્તીથી બાળકને કાર બેસાડી લઈ જતા સસરા માલદેવભાઈ વચ્ચે પાડ્યા હતા અને કાર રોકવા જતા હિતેશે સસરા પર કાર ચઢાવાનો પ્રયાસ કરી ટક્કર મારી હતી. જેથી સસરા માલદેવભાઇને કમર અને પગને ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. આ મામલે માલદેવભાઈએ જમાઈ હિતેશ સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 307 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular