Wednesday, July 8, 2026
HomeGujaratRajkotદશેરાએ ઘોડું ન દોડ્યું! જેતપુરમાં આગ બુઝાવવા આવેલા ફાયરબ્રિગેડના ટેન્કરનો વાલ્વ જ...

દશેરાએ ઘોડું ન દોડ્યું! જેતપુરમાં આગ બુઝાવવા આવેલા ફાયરબ્રિગેડના ટેન્કરનો વાલ્વ જ ન ખુલ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Jetpur Fire News: રાજકોટના (Rajkot) જેતપુર તાલુકામાં રહેણાક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું પરંતુ ત્યાં પહોંચેલા ફાયર વિભાગના વાહનમાં પાણીનો વાલ્વ બંધ હોવાનું સામે આવતા લોકો રોષે ભરાયા હતા. નગરપાલિકાના ફાયર વિભાગના (Jetpur Fire Brigade) પાણીના ટેન્કરમાં વાલ્વ ખરાબ હોવાના કારણે આગને કાબૂમાં લેવામાં નિયત કરતા વધુ સમય લાગ્યાનો સ્થાનિકો આક્ષેપ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં એક મહિલા દાઝી જતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.

મળતી વિગતો અનુસાર આજરોજ બપોરના સમયે જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલી એસ. કુમાર રેસિડેન્સીના એક મકાનમાં આગ લાગી હતી. ઘરમાં આગ લાગતા આસપાસના રહિશો બહાર દોડી આવ્યા હતા અને નાસભાગ મચેલી જોવા મળી હતી. આ ઘટનાની જાણકારી તાત્કાલીક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના પાણીના ટેન્કર સાથે ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પરંતુ આ સમયે પાણીના ટેન્કરનો વાલ્વ ખરાબ હોવાનું સામે આવ્યું હતું અને ફાયર વિભાગ નવી કસરતે લાગેલું જોવા મળ્યું હતું. સ્થાનિકોની વાત માનીએ તો ફાયર વિભાગ સમયસર આવી તો ગયું પણ પાણીનો મારો ચલાવવામાં સમય લાગતા આગ વધુ આગળ વધી હતી. બાદમાં સ્થાનિકોની મદદથી પાણીની ડોલ વડે પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લેવામાં આવી હતી.

- Advertisement -

આગના કારણે મકાનના રસોડામાં રહેલો સામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સાથે જ ઘરમાં રહેલી એક મહિલા પગના ભાગે દાઝી જતા ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત છે કે ઘરમાં ગેસની બોટલ લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

(ઈનપુટ: સુરેશ ભાલિયા, જેતપુર)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular