નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. હાલના યુગમાં યંગસ્ટર્સ ફાસ્ટફુડને વધુ પસંદ કરતાં હોય છે. તેવામાં બજારમાં મળતાં ફાસ્ટફુડ અને બિનઆરોગ્યપ્રદ વાનગીઓ આરોગવાના કારણે લોકો અનેક વખત બીમાર પણ પડતાં હોય છે. ત્યારે બજારમાં મળતી આવી વાનગી હાનિકારક છે કે નહીં તે અંગે તપાસ કરવા માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવતો હોય છે. જેમાં ઘણીવાર ચોંકાવનારી વિગતો સામે આવતી હોય છે. ત્યારે દેશની નામાંકિત એવી KFC રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે દરોડો (Health Department Raid) કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેને લઈને AMC એ રેસ્ટોરન્ટને સીલ મારી દીધું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતાની સમસ્યાનું નિવારણ લાવવા માટે ઓનલાઈને CCRS Complain નામની એપ તૈયાર કરવામાં આવી છે. જેના પર આવતી ફરિયાદ કોર્પોરેશનના જે તે ખાતા દ્વારા કામગીરી કરીને ઉકેલ લાવવામાં આવે છે. ત્યારે આ એપ પર પશ્વિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવતા આલ્ફા વન મોલના KFC રેસ્ટોરન્ટ અંગે ફરિયાદ મળી હતી. KFC રેસ્ટોરન્ટમાં પાણી અને ફુડ અંગેની ફરિયાદ કોર્પોરેશનને મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા આલ્ફા વન મોલના KFC રેસ્ટોરન્ટમાં પાણી અને ફુડનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ સેમ્પલને મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ લેબોરેટરી ખાતે ચેકિંગ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં KFCના પાણીમાં કોલીફોર્મ અને ફિકલ ઈકોલાઈ બેક્ટરીયાનું પ્રમાણ વધારે માત્રામાં આવતા પાણીનું સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યું હતું. પાણીનું સેમ્પલ અનફિટ આવતા ઉત્તર પશ્વિમ ઝોનનાં હેલ્થ વિભાગ દ્વારા KFC રેસ્ટોરેન્ટને સીલ મારી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796