નવજીવન ન્યૂઝ. દીવ: હાલ ગુજરાતમાં કાળઝાળ ગરીમીની વચ્ચે શાળાઓમાં બાળકોને વેકેશન પૂર્ણ થવાનો સમય છે. તેવામાં મોટી સંખ્યામાં પરિવારો બાળકો સાથે બહાર ફરવા માટે જતાં હોય છે. કાળઝાળ ગરમીમાં રહાત મેળવવા માટે ગુજરાતના પડોશમાં આવેલા દીવમાં (Diu) પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે જો હવે તમે પણ દીવ જઈને દરિયાની મજા માણવાનો વિચાર કરી રહ્યા હોય તો આ વિચારને માંડી વાળવો પડશે. કારણ કે દીવ પ્રશાસન (Diu administration) દ્વારા દીવના દરિયામાં (Diu Beaches) નાહવા પર પ્રતિબંધ (Ban on bathing) લગાવામાં આવ્યો છે.
હાલ ગુજરાત સહિતના રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ દિવસોમાં દરિયો તોફાની બનતો હોય છે. સાથે જ દરિયામાં કરંટનુ પ્રમાણ વધતા ઉંચા મોજા ઉછળતા પણ જોવા મળતા હોય છે. ત્યારે આ બાબતનું ધ્યાન રાખીને ગુજરાતના પાડાશમાં આવેલા કેન્દ્ર શાસીત પ્રદેશ દીવના બીચ પર નાહવા પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દીવના નાગવા બીચ, બ્લુ ફ્લેગ બીચ, ઘોઘલા બીચ અને ગોમતીમાતા બિચ પર આગામી ત્રણ મહિના માટે નાહવા પર પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દીવમાં તારીખ 1 જુનથી 31 ઓગસ્ટ સુધી ત્રણ મહિના માટે તમામ બીચ પર નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેથી કોઈ પણ પર્યટકો બીચ પર ફરી શકશે પરંતું દરિયામાં નાહવા જઈ શકશે નહીં. દીવના દરિયામાં ચાલતી તમામ વોટર એક્ટીવીટી જેમ કે પેરાગ્લાઈડીંગ, વોટર સ્કુટર, જેટસ્કી રાઈડ્સ, બનાના રાઈડ વગેરે પર પણ ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. સાથે જ દીવ પ્રસાશન દ્વારા ચોમાસાના સમયમાં દરિયો ખેડવા પર પણ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ ત્રણ મહિના દરમિયાન દીવના બીચ પર કલમ 144 લાગુ રહેશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ડ્રગ્સ કોણ મોકલાવી રહ્યું છે તે દિશામાં પણ દ્વારકા SOG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








