Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadભૂવાજીના દાણા જોયા પોલીસે! સૂરજે જ કરી હતી યુવતીની આ રીતે હત્યા

ભૂવાજીના દાણા જોયા પોલીસે! સૂરજે જ કરી હતી યુવતીની આ રીતે હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં મહિલા સુરક્ષિત હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ અમદાવાદમાં (Ahmedabad) આ દાવો પોકળ હોવાનો કિસ્સો પ્રકારમાં આવ્યો છે. જ્યાં યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવતીનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જોકે આ પ્રકરણને દબાવી દેવા માટે યુવતીની લાશ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવામાં આવી હતી. સમગ્ર મામલે એક વર્ષ બાદ પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી મૂળ જૂનાગઢની (Junagadh) યુવતી છેલ્લા એક વર્ષથી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જે અંગે 19 જૂન 2022માં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં (Paldi Police Station) નોંધાઈ હતી. હાલ રાજ્યમાં ગુમ થયેલી મહિલાને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશન દ્વારા ધારા કડીવાર નામની યુવતીને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે પોલીસ જે ધારાને શોધવા માટે નિકળી હતી તે ધારાની આરોપીએ હત્યા (Dhara Murder) કરી નાખી હતી. જોકે આ હત્યાનો મુખ્ય સુત્રઘાર સૂરજ ભુવાજી (Suraj Bhuvaji) હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

- Advertisement -

શું હતો સમ્રગ મામલો

સૂરજ ભુવાજી સાથે ધારા પ્રેમ સબંધમાં હતી. આ બંને વચ્ચે અવાર-નવાર અણબનાવ થતા હતા. જેના કારણે ધારા તેના લગ્ન જીવનને ડિસ્ટર્બ કરતી હોવાથી સૂરજ (ભુવાજી) તેના મિત્ર મીત સાથે મળી ધારાને એના જીવનમાંથી દૂર કરવા માટે પ્લાન બનાવ્યો હતો. 19 જૂન 2022ના રોજ ધારા જૂનાગઢમાં આવેલા પોતાના ઘરેથી નીકળી હતી. ધારા, સૂરજ અને મીત એક કારમાં અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. જે બાદ તેઓ અમદાવાદના ઘરે આવ્યા હતા. બીજી દિવસે ધારા મીતના ઘરેથી નીકળી ગઈ હોવાની અરજી સૂરજ ભુવાજીએ પાલડી પાલીસ સ્ટેશનમાં આપી હતી. જેમાં સૂરજએ જણાવ્યું હતું કે, ધારા મીતના ઘરેથી જતી રહી છે. ધારાએ મને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે તેને શોધવાની કોશિશ ન કરે, હું તમારા જીવનમાંથી હંમેશા માટે જતી જાવ છે. પોલીસ લફડામાં પણ પડતા નહીં.

સૂરજ ભુવાજીએ પોલીસ અરજી કરી તેના એક મહિના બાદ ધારાના ભાઈએ પોલીસમાં અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારી બહેન સૂરજ ભુવાજી સાથે છેલ્લે નીકળી હતી. ત્યારબાદ તે ગુમ થઈ ગઈ છે. જેનો હાલમાં કોઈ અતોપતો નથી. ધારાના ભાઈને અરજી પાલડી પોલીસ સ્ટેશનમાં મળતા પોલીસ તપાસનો દોર શરૂ કર્યો હતો.

ધારાને શોધવા માટે પાલડી પોલીસની સાથે LCB ઝોન-7ની ટીમ પણ જોડાઈ હતી. ધારાને શોધવા ટેક્નિકલ સર્વલન્સ હ્યુમન રિસોર્સ આધારે LCBની અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથધરી હતી. જેમાં સંખ્યાબંધ ટાવર લૉકેશન સી.ડી.આર, એસ.ડી.આરનું સતત એનાલીસસ કરીને આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપીઓએ ખૂબ ચાલકીપૂર્વક આ ઘટનાન અંજામ આપ્યો હતો. જેમાં સૂરજ ભુવાજી, યુવરાજ સોલંકી, મુકેશ સોલંકી, ગુંજન જોષી, સંજ્ય સોહેલીયા, મીત શાહ, જુગલ શાહ, મોના શાહની પોલીસે ધરપકડ કરી હતી.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, જૂનાગઢથી અમદાવાદ જતી વખતે ચોટીલમાં ધારા, સૂરજ અને મીતે સાથે ભોજન કર્યું હતું. ત્યારબાદ ધારાને ફોસલાવીને ચોટીલા (Chotila) પાસે આવેલા સૂરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. જ્યાં સૂરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ ધારા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન કારની પાછળની શીટમાં બેઠેલા મીતે ધારાને દુપટાથી ગળે ટૂપો આપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ધારાના મૃતદેહને આવાવરૂં જગ્યા પર લઈ જઈને સૂકા લાકડા પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જે બાદ ધારા ભાગી ગઈ હોવાની ફિલ્મ જેવી સ્ટોરી ઊભી કરી હતી. ત્યારબાદ મિતની માતાને ધારાના કપડા પહેરાવી પાલડી વિસ્તારમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને લાગે કે યુવતી ભાગી ગઈ છે. ઉપરાંત સંજય નામના આરોપીને પણ મહિલાનો વેશ ધારણ કરાવીને મૃતક યુવતી સાથે ફરાર થયો હોવાનું નાટક ઊભુ કર્યું હતું.

TAG: Suraj Bhuvaji News, Dhara Murder Case, Ahmedabad Crime News, Junagadh News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular