નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ પર આદિવાસી સમાજ (Adivasi Samaj) દ્વારા વિશાળ કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ ‘સિંહ ગર્જના’ ડિ-લિસ્ટિંગ કાર્યક્રમના ભાગે રૂપે સમગ્ર ગુજરાતમાંથી આદિવાસીઓને એકત્ર કરી ધર્માંતરણ (conversion) વિરોધી રેલી કાઢવાના છે. આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં આદિવાસી સમુદાયના (Tribal community) લોકો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે ઉમટવાના છે. આ માટે દાહોદથી અમદાવાદ લાવવા લઈ જવા માટે 300 જેટલી બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આજરોજ અમદાવાદમાં આદિવાસી સમાજમાં થઈ રહેલા ધર્માંતરણ મામલે એક સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગેવાનો જણાવે છે કે આદિવાસી ધર્માંતરણ બાદ પણ અનામતનો લાભ મેળવી રહ્યા છે. માટે તેમની સમાજમાંથી હકાલપટ્ટી કરી ડિ લિસ્ટીંગ કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં દાહોદથી 17 હજાર કરતા વધારે આદિવાસી સમાજના લોકો હાજર રહેશે તેવું આયોજકોનું કહેવું છે.
મહત્વની વાત છે કે આદિવાસી સમાજના કેટલાક લોકો જણાવે છે કે, આદિવાસી સમાજમાંથી લોકો ધર્મપરિવર્તન કરી રહ્યા છે. ત્યારે ધર્મ બદલ્યા બાદ પણ તેઓ આદિવાસી અનામતનો લાભ મેળવે છે. તેવા લોકોને હાંકી કાઢવા અને તેમને અનામતમાંથી દૂર કરવાની અમારી માગણી છે. આ માટે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના લોકો આ રેલીમાં ભાગ લેએ અને ધર્માંતરણ બાદ મળતી અનામતનો વિરોધ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જનજાતિ સુરક્ષા મોરચા નેજા હેઠળ આદિવાસી જાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજનને લઈ હાલ રિવરફન્ટ્ર રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ આદિવાસી સમાજના લોકો વાજિંત્રો અને પરંપરાગત પોશાક સાથે આશ્રમ રોડ પરથી રેલી કાઢવાના છે. આ અંગે બે દિવસ અગાઉ જનજાતિ સુરક્ષા મંચના સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરી આદિવાસી સમુદાયમાંથી અન્ય ધર્મમાં જોડાઇ ગયેલા લોકોને સમાજમાંથી હટાવી દેવા અને અનામત લાભો બંધ કરવા ‘સિંહ ગર્જના રેલી’નું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796