નવજીવન ન્યૂઝ. સિદ્ઘપુર: પાટણ (Patan)જિલ્લાના સિદ્ધપુરના (Siddhpur) અલગ-અલગ વિસ્તારોની પાઈપ લાઈનામાંથી મળી આવેલા મૃતદેહના અવશેષો (Human Remains) મામલે મોટા ખુલાસા થયા છે. જેમાં સિદ્ધપુરમાં થોડા દિવસ પહેલા ગુમ થયેલી યુવતીના જ મૃતદેહના અવશેષો હોવાનો ખુલાસો થયો છે. માતા-પિતાના DNA મૃતદેહ સાથે મેચ કરતા રિપોર્ટમાં ગુમ થયેલી યુવતીનો જ મૃતદેહ હોવાનું સામે આવ્યુ છે. જેને લઈ તમામ રહસ્ય પરથી પડદો ઉચકાંયો છે.
વધુ વાંચો : સિદ્ઘપુરમાં યુવતીના મૃતદેહના ટુકાડા મળવાનો મામલો! હત્યા ન થઈ હોવાનો થયો ખુલાસો
થોડા દિવસ પહેલા યુવતીના મૃતદેહના પોસ્ટમાર્ટમ માટે સિદ્ઘપુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવતા યુવતીની હત્યા ન થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું અને પાણીમાં લાબાં સમય સુધી મૃતદેહ પડ્યા રહેવાના કારણે પાણીના પ્રવાહથી ટુકાડા થયા હોવાનું તબીબે જણાવ્યું હતું. જોકે આ મૃતદેહ કોનું છે તેને લઇ આશંકાઓ અને અનેક તર્ક-વિર્તક લગાવામાં આવી રહ્યા હતા. જેમાં થોડા દિવસથી ગુમ થયેલી યુવતીનો જ મૃતદેહ હોવાનું સામે આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.
યુવતીના ટાંકી તરફ જતા હોવાના CCTV પણ સામે આવ્યા હતા, જેને લઈ માનવ શરીરના જ અવશેષો હોવાની સંભાવના પ્રબળ માનવામાં આવતી હતી. ત્યાર બાદ ગુમ થયેલી યુવતીનો જ દુપટ્ટો પાઈપ લાઈનમાંથી મળી આવ્યો હોવાનું સામે આવતા શક્યતા વધુ ઘેરી બની હતી અને અંતે માતા-પિતાના DNA ટેસ્ટની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અંતે લવીના નામની યુવતીનું જ મૃતદેહ હોવાની ખરાઈ થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 12મેના રોજ લવીનાના લગ્ન હતા. ઘરમાં ખુશીનો માહોલ તેમજ લગ્ન તૈયારીઓ ચાલી રહી, તે દરમિયાન 7મેના રોજ લવીના મંદિર દર્શન કરવા જાવ છું તેમ કહીને ઘરેથી નીકળી હતી. પરંતુ ઘરે પરત ન ફરતા પરિજનો ચિંતામાં મૂકાયા હતા. આજુબાજુમાં તેમજ સગાસબંધીમાં તપાસ કરતા કોઈ ભાળ મળી ન હતી. જેને લઈ અંતે લવીનાના પરિજનોએ સ્થાનિકો પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે પાણીની લાઇનમાંથી મળેલો મૃતદેહ યુવતીનો જ હોવાનું સામે આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








