Saturday, May 23, 2026
HomeGeneralગાંધીધામમાં આવેલી આંગડિયા પેઢી ધોળા દિવસે લૂંટાઈ! 1 કરોડ રૂપિયાની લૂંટ કરી...

ગાંધીધામમાં આવેલી આંગડિયા પેઢી ધોળા દિવસે લૂંટાઈ! 1 કરોડ રૂપિયાની લૂંટ કરી 4 જેટલા આરોપી ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.કચ્છ: ગુજરાતમાં લૂંટની ઘટનોમાં દિવસને દિવસે ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. લૂંટારાઓ એટલા બેફામ બન્યા છે કે પૈસાની બેગ લઈને જતા આંગડિયા કર્મચારીને રસ્તા પર તો ઠીક પરંતુ આંગડિયા પેઢીના અંદર ઘૂસીને લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર આંગડિયા પેઢીની અંદર ઘૂસી કરોડો રૂપિયાની લૂંટની ઘટના કચ્છના (Kutch) ગાંધીધામથી (Gandhidham) સામે આવી છે. જ્યાં ભર બપોરે ચાર જેટલા લૂંટારાઓ હથિયારની અણીએ કરોડો રૂપિયાની લૂંટ (Loot) ચલાવી ફરાર થયા છે. આગંડિયા પેઢીના (Angadia firm) કર્મચારીઓ દ્ઘારા ઘટનાની જાણ એ-ડિવિઝન પોલીસને (A Division Police Station) કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટની ઘટના અંગે ગુનો નોંધી આરોપીઓને પકડવા શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે. ઘટનાસ્થળની આજુબાજુના CCTV કેમેરા તપાસી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ગાંધીધામ ખાતે આવેલા થન્ના બજારમાં બપોરે 3 વાગ્યાની આસપાસ લૂંટની ઘટના સામે આવી છે, જ્યાં લૂંટરાઓએ ભર બજારમાં આવેલી PM આંગડિયા પેઢીને ટાર્ગેટ કર્યું હતું. બપોરના સમયે આંગડિયા પેઢીમાં ભીડ ન હોવાનો લાભ લઈ 4 જેટલા લૂંટરાઓ હથિયારો સાથે આંગડિયા પેઢીમાં ઘૂસી આવ્યા હતા અને કર્મચારીઓને ડરાવી-ધમકાવીને રોકડા 1 કરોડ રૂપિયા બેગમાં ભરી ફરાર થઈ ગયા હતા. જોકે સમ્રગ ઘટના આંગડિયા પેઢીમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. ઘટનાને પગલે આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્ઘારા એ-ડિવિઝન પોલીસને જાણ કરતા ઘટનાની ગંભીરતાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને સમ્રગ શહેરમાં નાકાબંધી કરી લૂંટારાઓને પકડી પાડવા આદેશ કરાયા છે. તેમજ આંગડિયા પેઢીની આજુબાજુ લાગેલા CCTV કેમેરાની તપાસ કરી લૂંટારાઓ કંઈ તરફ ભાગ્યા છે તે દિશામાં પગેરુ મેળવવામાં આવી રહ્યું છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ 10 દિવસમાં બીજી વખત આંગડિયા પેઢીની અંદર ઘૂસીને લૂંટની ઘટના બની છે. જોકે આ વખતે કરોડો રૂપિયાની લૂંટ લૂંટરાઓ દ્ગારા ચલાવામાં આવી છે. જેને જોતા હવે લૂંટારાઓને પોલીસનો કોઈ ખૌફ રહ્યો ન હોય તેવી રીતે ખુલ્લા પડકારતા ફેંકતા હોય તેવુ દેખાઈ રહ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular