Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarભાવનગરમાં 3 માળનું મકાન પત્તાની જેમ ધરાશાયી થયું ! સદનસીબે દુર્ઘટનામાં કોઈ...

ભાવનગરમાં 3 માળનું મકાન પત્તાની જેમ ધરાશાયી થયું ! સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરમાં (Bhavnagar) એક મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં હાઉસિંગ બોર્ડના ર્જજરિત બનેલું 3 માળનું મકાન અચાનક ધરાશાયી (building collapsed) થતા દોડધામ મચી હતી. આ દુર્ઘટનામાં 6 લોકો મકાનમાં ફસાયા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાટમાળમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરી સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં (Sir T General Hospital) ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જેને લઈ તંત્ર સહિત લોકોએ પણ રાહતના શ્વાસ લીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ભાવગનરના ભરતનગર વિસ્તારમાં ગતરાત્રિએ 11 વાગ્યાના સુમારે હાઉસ બોર્ડનું ત્રણ માળનું મકાન પત્તાની માફક પડી ગયુ હતું. ઘરમાં 6 જેટલા લોકો હાજર હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. ઘટના પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. સમ્રગ ઘટનાની જાણ ફાયબ્રિગેડની ટીમની કરાતા ફાયરબ્રિગેડની ત્રણ જેટલી ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાટમાળ ફસાયેલા 6 જેટલા લોકોને હેમખેમ રીતે બચાવી લેવાયા હતા. તમામ લોકોનું રેસ્કયૂ કરી તાત્કાલિક સારવાર માટે શહેરની સરટી હોસ્પટિલમાં મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -

સ્થાનિકોના આક્ષેપ મુજબ 10 વર્ષથી મકાન જર્જરિત હાલતમાં હતું. મહાનગરપાલિકાના અધિકારીઓએ બેદરકારી દાખવી કોઈ નોટિસ આપી ન હતી જેથી લોકો ત્યાં રહી રહ્યા હતા. બિલ્ડિંગ જર્જરિત હતી છતાં પણ કેમ પગલા ન લેવામાં આવ્યા ? તેવા તમામ સવાલો મહાનગર પાલિકા સામે ઉઠી રહ્યા છે.

TAG: Bhavnagar building collapsed Incident Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular