નવજીવન ન્યૂઝ. ભાવનગર : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડમીકાંડ કેસ (Bhavnagar Dummy Case) ખૂબ ચર્ચિત રહ્યો છે, ડમી કાંડ સમ્રગ કેસની તપાસ SIT કરી રહી છે. જેમાં ભાવનગર SOG, LCB અને સ્થાનિક પોલીસ (Bhavnagar Police) સહિત જુદી-જુદી ટીમ પણ આરોપીઓને પકડવા કામે લાગી છે. ત્યારે ડમીકાંડના વધુ એક આરોપીને ભાવનગર SOGની ટીમે પકડી પાડ્યો છે. આ આરોપીની ધરપકડ બાદ અત્યાર સુધી ડમી કાંડમા 43 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. કુલ 58 જટેલા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધયેલી છે, બાકીના આરોપીઓને પકડવા માટે ભાવનગર પોલીસ દ્ઘારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ડમીકાંડમાં વધુ 3 આરોપી ઝડપાયા, કુલ ધરપકડનો આંક 42 પર પહોંચ્યો
આજે ડમીકાંડમાં સંડોવાયેલા ભાવેશ જેઠવા નામના એક આરોપીની ભાવનગર SOGની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સ્પાર્ધત્મક પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી વ્યક્તિને બેસાડી પરીક્ષા અપાવી હતી. 26 માર્ચ 2022ના રોજ લેવાયેલી પશુ નિરીક્ષકની પરીક્ષામાં ભાવેશ જેઠવાએ પોતાની જગ્યાએ મિલન બારૈયાને બેસાડ્યો હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર અપાવ્યું હતું. જે મામલે SOGની ટીમ દ્વારા ભાવેશ જેઠવાની ધરપકડ કરી પૂછપરછમાં કરવામાં આવી રહી છે. આરોપી ભાવેશ તળાજાના પીપરાલા ગામનો રહેવાસી છે.
ભાવનગર ડમીકાંડ મામલે એક મહિના અગાઉ ભરતપુર પોલીસ સ્ટેશન ખાતે 36 જેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભાવનગર રેન્જી આઈ. જી. ગૌતમ પરમારના આદેશ મુજબ આ કેસમાં SITની રચના કરી ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં પહેલા દિવસ ચાર જેટલા આરોપીને ભાવનગર પોલીસે પકડી પાડ્યા હતા. તેમજ તપાસનો ધમધમાટ ચલાવી એક બાદ આરોપીઓને પકડી પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. સમ્રગ ડમી પ્રકરણમાં અત્યાર સુધી 58 જેટલા આરોપીઓના નામ ખુલ્યા છે અને 43 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. હાલ પોલીસ સમ્રગ મામલે તપાસ કરી એક બાદ એક આરોપી સુધી પહોંચી રહી છે.
TAG: Bhavnagar SOG Police, dummy kand bhavnagar today news
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








