Saturday, May 23, 2026
HomeGujaratRajkot2 પતરાવાળા રૂમમાં ચાલતી હતી શાળા, રાજકોટના જાગૃત વાલીએ ભાંડો ફોડ્યો

2 પતરાવાળા રૂમમાં ચાલતી હતી શાળા, રાજકોટના જાગૃત વાલીએ ભાંડો ફોડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: રાજકોટમાં આજે પતરાવાળા બે રૂમમાં મંજુરી વગર ચાલતી શાળાનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં જ એક ખંઢેર ઝુપડામાં કોલેજ ચાલતી હોવાનું પ્રકાશમાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક કોલેજને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વધુ એક શાળા પ્રકાશમાં આવતા નોટિસ ફટકારીને શાળાની માન્યતા રદ્દ કરવામાં આવી છે. જોકે આ શાળાનો પર્દાફાશ એક વાલી દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઝૂંપડામાં ચાલતી રાજકોટની કોલેજ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું 10 વર્ષે ધ્યાન જતા બંધ કરાવનો આદેશ

- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના (Rajkot) ઘંટેશ્વર વિસ્તારમાં સનરાઈઝ સ્કૂલ (Sunrise School) આવેલી હતી. શાળાના સંચાલકોએ DEOની મંજુરી વગર જ આ શાળાની જગ્યાને મારવાડી વાસ વિસ્તારમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. આ સ્કૂલ પતરાવાળા બે રૂમમાં જ ચાલતી હતી. ધોરણ-1થી 7ના કુલ 84 વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. RTE અતર્ગત એક વાલીએ તેમના બાળકનું આ શાળામાં એડમિશન લીધુ હતું. પરંતું જે એડ્રેસ અને જે ફોટો બતાવામાં આવ્યા હતા. તેવી સ્કૂલ જ ન હોવાના કારણે આ શાળાનો ભાંડો ફૂટ્યો હતો.

જેથી વાલીએ આ શાળા અંગેની જાણકારી જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને કરી હતી. વાલીની ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું હતું અને આ શાળા સામે કાર્યવાહી શરૂ કરી હતી. જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી હતી. RTE અતર્ગત એક વાલી તેમના બાળકનું આ શાળામાં એડમિશન લઈને શાળાએ પહોંચ્યા હતા ત્યારે ચોંકી ઊઠ્યા હતા. કારણ કે અહીં માત્ર બે રૂમમાં જ શાળા હતી. આ શાળામાં એકથી સાત ધોરણના 84 વિદ્યાર્થીને કેવી રીતે ભણાવામાં આવતા હતા તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અત્યાર સુધી કેમ જિલ્લા શિક્ષણ વિભાગના ધ્યાનમાં ન આવી?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular