નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News Today: મોરબીમાં દારૂની પીને રાત્રિના સમયે વાહન સાથે સીનસપાટા કરતા વ્યક્તિને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. ગુજરાતમાં રાત્રિ સમયે કેટલાક લોકો દારૂ પીને બેફામ વાહન હંકારતા હોય છે. જેના કારણે તેમની સાથે અન્ય લોકોનો પણ જીવા જોખમમાં મુકાય છે. ત્યારે મોરબીના રાજપુરા ચેક પોસ્ટ પાસેથી સાપની જેમ ગાડી ચલાવી સ્ટંટ કરતા ઈકો ચાલકને અટકાવી મોરબી પોલીસે પૂછપરછ કરતા ઈકો ચાલક દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ કરચાલક વિરુદ્ઘ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાતના સમયે મોરબી એ ડિવિઝન પોલીસ (Morbi A Division Police Station)ની ટીમ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને રોકવા અને કેફી તેમજ માદક પર્દાથની હેરાફેરીને અટકાવવા રાજપરા ચેકપોસ્ટ પર રાત્રિના એક વાગ્યના અરસામાં વાહન ચેંકિગમાં ઉભી હતી. દરમિયાન એક ઈકો કાર બેફામ ગતિએ સાપની જેમ સ્ટંટ કરતા નજરે પડી હતી. જેને પોલીસે અટકાવી પૂછપરછ કરતા ઈકો ચાલક દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તેની આંખો લાલચોળ હતી અને મોઢામાંથી દારૂની સખત દુર્ગધ આવતી હતી. જે અંગે પોલીસે નશામાં ધૃત વ્યક્તિની પૂછપરછ કરતા દિલીપ જીલરીયા જે રાજપરાનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. જેની પાસે લાયસન્સ પણ ન હતુ અને બેદરકારીપૂર્વક જાહેર રોડ પર ઈકો ચલાવી રહ્યો હતો. પોલીસે હાલ તેની કાર જમા કરીને કારચાલકની અટકાયત કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








