નવજીવન ન્યૂઝ. સુરત: Surat Mass CopyCase News: સુરતની એક કોલેજમાં પરીક્ષામાં ચોરી કરતાં વિદ્યાર્થીઓ પર એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કે હવે જીવનમાં ક્યારેય પરીક્ષામાં ચોરી કરવાનું નામ નહીં લે. સુરતના (Surat) કામરેજમાં (Kamrej) આવેલી વિશ્વભારતી કોલેજમાં (Vishwa Bharati College) તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ ચોરી (Students Mass Copy Case) કરતાં ઝડપાતા યુનિવર્સીટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. યુનિવર્સીટી દ્વારા કોલેજની 28 વિદ્યાર્થિનીઓને 0 માર્ક્સ સાથે રૂપિયા 500નો દંડ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી (Veer Narmad South Gujarat University) સંલગ્ન કામરેજના મોરથાણ ખાતે આવેલી વિશ્વાભારતી કોલેજમાં વર્ષ 2022-23ની બીકોમ સેમેસ્ટર-2ની અંગ્રેજી વિષયની પરીક્ષા 6 એપ્રિલના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગેરરીતી થતી હોવાની માહિતી યુનિવર્સીટીને મળી હતી. જેથી યુનિવર્સીટી દ્વારા એક સ્ક્વોડની ટીમને કોલેજ ખાતે મોકલવામાં આવી હતી. સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવતા શંકા ગઈ હતી કે પરીક્ષામાં માસ કોપી હોઈ શકે છે. જેથી પરીક્ષા ચાલુ રાખવામાં આવી હતી અને આ અંગેની જાણ યુનિવર્સીટીને કરવામાં આવી હતી. જેથી યુનિવર્સીટી દ્વારા CCTVના આધારે નજર રાખવામાં આવી હતી.
સ્ક્વોડ ટીમ દ્વારા પરીક્ષાખંડમાં તપાસ શરૂ કરતાં એક જ પરીક્ષાખંડમાંથી 10 વિદ્યાર્થિનીઓ પાસેથી માઈક્રો ઝેરોક્ષ અને હાથથી લખેલી કાપલી ઝડપાઈ હતી. કેટલીક વિદ્યાર્થિનીઓએ કાપલીમાંથી ઉત્તરવહીમાં જવાબ લખેલા મળી આવ્યા હતા. જેથી સ્ક્વોડ દ્વારા પુરાવા સાથે માસ કોપીકેસનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ યુનિવર્સીટીમાં 225 કોલેજો સંલગ્ન છે. જે પૈકીની મોટા ભાગની કોલેજોમાં સ્ટ્રોગ રૂમ અને પરીક્ષા ખંડના CCTV ફુટેજ તપાસીને વેરિફિકેશન કરતાં માસ ચોરીની માહિતી સાચી ઠરી હતી. જેથી યુનિવર્સીટીની ફેક્ટ કમીટીને આ કેસ રિફર કરવામાં આવ્યો હતો.
ફેક્ટ કમીટીની સમક્ષ તમામ CCTV ફુટેજ અને વિદ્યાર્થીઓને હાજર કરતાં ફેક્ટ કમીટી દ્વારા 28 વિદ્યાર્થિનીઓને 0 માર્ક્સ સાથે રૂપિયા 500નો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ કોલેજના પરીક્ષા સુપ્રિટેન્ડન્ટને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ યુનિવર્સિટીના બે એક્સટર્નલ સુપ્રિટેન્ડન્ટને પરીક્ષાની કામગીરી સોંપવામાં આવી છે. જે માટે ખર્ચ થશે તે કોલેજે ભોગવવાનો રહેશે. અગાઉ પણ યુનિવર્સીટી દ્વારા માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી નિયમીત અને રિપીટરની પરીક્ષામાં 1050 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં યુનિવર્સીટી દ્વારા 200 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી હતી.
TAG: Surat News, Surat Mass CopyCase, Mass copying case in Visvabharti College
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








