નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara PCB Liquor Raid: વડોદરામાં તાજેતરમાં જ ઝડપાયેલા દારૂના જંગી જથ્થામાં વડોદરા રેન્જ IGએ (Vadodara Range IG) મોટી કાર્યવાહી કરી છે. રેન્જ IG સંદીપ સિંહએ દારૂના કેસ (Liquor Case) બાબતે વડોદરાના 3 પોલીસ સબ ઈન્સેપકર (Vadodara PSI) સામે તપાસના આદેશ આપયા છે. સાથે જ પાદરા પોલીસ (Padra Police) સ્ટેશનના ડી-સ્ટાફનું વિસર્જન (D-Staff dismissed) કરવાનો પણ આદેશ આપ્યો છે. દારૂના કેસને લઈને રેન્જ IG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા હાલ વડોદરા પોલીસ (Vadodara Police) બેડામાં સોંપો પડી ગયો છે.
આ પણ વાંચો : વડોદરા PCBની ટીમે 900 પેટી દારૂનો જથ્થો પકડ્યો, મહારાષ્ટ્રથી આવતી ટ્રકને હાઈવેથી જ પકડી
આમ તો દારૂ-જુગાર જેવી પ્રવૃતિ પર સ્થાનિક પોલીસ દ્વારા નજર રાખવામાં આવતી હોય છે. પરંતું દારૂ-જુગારના નામે કેટલાક પોલીસ કર્મીઓ ખીસ્સું ગરમ કરીને છુટો દોર આપી દેતા હોય છે. ત્યારે આવી પ્રવૃતિ શહેરમાં ન થાય તે માટે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ એટલે કે PCB પણ સતત નજર રાખતી હોય છે. વડોદરામાં તાજેતરમાં PCBની ટીમ દ્વારા હાઈવે પરથી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો (lawrence bishnoi gang) દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં (Liquor Seized) આવ્યો હતો. જેને લઈને સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં આવી હતી. ત્યારે આજે રેન્જ IG દ્વારા આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.
શું હતો મામલો ?
ગત 12 એપ્રિલના રોજ મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં દારૂનો વડોદરામાં આવાનો હોવાની જાણકારી વડોદરા PCBને મળી હતી. માહિતીના આધારે હાઈવે પાસેના વડસર બ્રિજ પાસેના રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસે દારૂ ભરેલું કન્ટેનર અને બે ટેમ્પાને ઝડપી પાડ્યા હતા. સાથે જ દારૂના વાહનોનું પેટ્રોલિંગ કરી રહેલા બે ટુ-વ્હિલરો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. PCBની ટીમે દારૂના જથ્થા સાથે નામચીન બુટલેગર સહિત ચાર બુટલેગરોની ધરપકડ કરી હતી. આ બુટલેગરો લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાનું સામે આવ્યું હતું.
PCBની ટીમે વધુ તપાસ કરતાં આ દારૂનો જથ્થો વડોદરાના ભાયલી ખાતે લઈ જવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ભાયલીમાં તપાસ કરતાં આ બુટેલગરના જ દારૂના બે ગોડાઉનોમાં પણ દરોડો કરીને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. PCBની ટીમે આ દિવસે એટલી માત્રામાં દારૂ પકડયો કે પોલીસ ભવનનું પ્રટાંગણ દારૂના જથ્થા સાથે ભરાઈ ગયું હતું. PCBની ટીમે ભાયલીના બે ગોડાઉન અને ટ્રકમાંથી અંદાજીત 900 દારૂની પેટી ઝડપી પાડી છે. જપ્ત કરાયેલા વિદેશી દારૂની કિંમત અંદાજે 45 લાખ જેટલી થાય છે. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં દારૂ મળી આવતા સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં આવી હતી. ત્યારે આજે વડોદરા રેન્જ IGએ આ કેસને લઈને કાર્યવાહી કરી છે.
TAG: Vadodara News, Vadodara PCB Raid, Vadodara bishnoi gang Liquor Seized Case
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








