Saturday, August 15, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં એક ફટાકડાના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયો...

અમદાવાદમાં એક ફટાકડાના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયો બ્રિગેડ કોલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Fire in fire cracker Go down : ગુજરાતમાં આગામી 5 દિવસ ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં તો ઓરેન્જ એલર્ટ (Orange Alert) પણ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સામાન્ય રીતે આગ લાગવાની ઘાટનો બને તેવી શક્યતાઓ રહેલી છે.અમદાવાદનાં(Ahmedabad) બાપુનગર (Bapunagar) વિસ્તારમાં આવેલા વિકાસ એસ્ટેટમાં આવી જ એક આગ લાગવાની (Fire Brake Out) ઘટના બની છે. તેવી આશંકા કરવામાં આવી રહી છે કે આ આગ પણ ગરમીના લીધે લાગી હોઈ શકે છે, પરંતુ આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

fire broke out in Fire crackers godown
fire broke out in Fire crackers godown bapunagar

આજે બપોરના સમયે બાપુનગર વિસ્તારમાં આવેલા વિકાસ એસ્ટેટમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી અને જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિકાસ એસ્ટેટમાં મોટા ભાગે ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા હોવાના કારણે આ આગ હજુ પણ વિકરાળ બને તેવી શક્યતા કરવામાં આવી રહી છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમ રવાના કરી દેવામાં આવી હતી.

- Advertisement -

વિકાસ એસ્ટેટમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે હાલ 23 વાહનો સાથે ટીમ મોકલવામાં આવી છે અને હાલ આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉન હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં સમય લાગી શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular