Thursday, April 23, 2026
HomeGujaratSuratગેરકાયદે ગર્ભપાત કરાવીને હોસ્પિટલની અગાસી પરથી ભ્રૂણ નીચે ફેંકવા મામલે બોગસ ડોક્ટરની...

ગેરકાયદે ગર્ભપાત કરાવીને હોસ્પિટલની અગાસી પરથી ભ્રૂણ નીચે ફેંકવા મામલે બોગસ ડોક્ટરની થઈ ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News: તાજેતરમાં સુરતમાં (Surat) હોસ્પિટલની અગાસી પરથી ચાર માહિનાનું ભ્રૂણ ફંકી દેવાની ઘટનાથી ચકચાર મચી હતી. જેમાં લીંબાયત પોલીસે (Limbayat Police) તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કાર્યવાહીમાં આ ઘટનાને અંજામ આપનાર નર્સ અને માસુમ નવજાતના માતા-પિતાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ આ ઘટનાના માસ્ટર માઈન્ડ શિખા હોસ્પિટલના (Shikha Hospital) ડોક્ટરની ધરપકડ (Doctor Arrested) કરવામાં આવી છે. શું હતો સમગ્ર મામલો વાંચો આ અહેવાલમાં…

શું હતો સમગ્ર મામલો?

સુરત શહેરમાંથી તારીખ 18મી માર્ચના રોજ હચમચાવી દેનારો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં લિંબાયત વિસ્તારમાં પટેલ નગર બ્રિજ પાસે રણછોડ નગરમાં શુભ લક્ષ્મી સિરામિક નામની દુકાનની બાજુમાં આવેલા ટાઇલ્સના ગોડાઉનમાંથી 4 મહિનાનું ભ્રૂણ નાળ સાથે જોડાયેલું મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને CCTV ફુટેજ મળી આવ્યા હતા, જેના આધારે સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલાયો હતો.

- Advertisement -

શું હતો ઘટનાક્રમ?

પોલીસને જે CCTV ફુટેજ મળી આવ્યા હતા, તેમાં લિંબાયતની જ શિખા હોસ્પિટલના ટેરેસ પરથી એક નર્સ ડોલમાં ભ્રૂણ ફેંકી રહી હોય તેવા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. સમગ્ર મામલે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાથી સુરત આવેલા પતિ પત્નીએ અજાણતા રહી ગયેલા ગર્ભનું પાલનપોષણ ન કરી શકતા હોવાને કારણે શિખા હોસ્પિટલમાં 15,000 રૂપિયા આપીને ગેરકાયદે ગર્ભપાત કરાવ્યો હતો. પોલીસને તપાસમાં હોસ્પિટલમાંથી ગર્ભપાત કરવાના સાધનો અને દવાઓ પણ મળી આવી હતી. આથી પોલીસે તે સમય દરમિયાન નર્સ અંજુ યાદવ અને ગર્ભપાત કરાવનાર જ્ઞાનેશ્વર પઠાડે અને તેની પત્ની કાન્હોપાત્રા પઠાડેની ધરપકડ કરી હતી.

પોલીસ કાર્યવાહીમાં થયા ખુલાસા

પોલીસની કાર્યવાહીમાં આ સમગ્ર મામલે શિખા હોસ્પિટલના સંચાલક ડોક્ટર વિરેન્દ્ર પટેલની સંડોવણી સામે આવી હતી. સાથે જ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, અગાઉ શિખા હોસ્પિટલના સંચાલક વિરેન્દ્ર પટેલની બોગસ ડિગ્રીના મામલે ધરપકડ થઈ ચુકી હતી. અત્યાર સુધીમાં વિરેન્દ્ર પટેલ વિરુદ્ધ 3 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જેને લઈ વિરેન્દ્ર પટેલને જેલમાં જવાનો વારો આવ્યો હતો, પરંતુ જેલમાં જતા તેણે તેની હોસ્પિટલ નર્સ અંજુ યાદવને ચલાવવા માટે સોંપી હતી. ત્યારે નર્સે વિરેન્દ્ર પટેલની દોરવણીથી આ ગેરકાયદે ગર્ભપાત કર્યો હોવાનુ સામે આવ્યું હતું.

આખરે ગેરકાયદે ગર્ભપાત કરાવનાર બોગસ ડોક્ટર ઝડપાયો

આ તમામ ખુલાસા થતાં આજરોજ લીંબાયત પોલીસે આ સમગ્ર મામલે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સુરતના ડિંડોલીમાં રાધિકા હોમ્સમાં રહેતા 49 વર્ષીય શિખા હોસ્પિટલના સંચાલક આરોપી ડોક્ટર વિરેન્દ્ર પટેલની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular