Thursday, April 23, 2026
HomeGujaratSurat11 લોકોએ નોકરીની લાલચે લાખો રૂપિયા ગુમાવ્યા, સુરતનું દંપતિ આવી રીતે કરતું...

11 લોકોએ નોકરીની લાલચે લાખો રૂપિયા ગુમાવ્યા, સુરતનું દંપતિ આવી રીતે કરતું હતું ઠગાઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠગાઈ (Cheating)ના અનેક કિસ્સાઓ સામે આવે છે. કોઈ સાથે છેતરપિંડી કરીને કે પછી ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈને લાલચ આપીને અલગ-અલગ પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી હોય છે, ત્યારે સુરતમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક દંપતિએ 11 લોકોને નોકરી આપવાના બહાને અને શેરબજારમાં સારું વળતર મળશે તેવું કહીને લાખો રૂપિયાની ઠગાઇ (Cheater Couple) કરી છે. હાલ સરથાણા પોલીસ (Sarthana Police) દ્વારા આ દંપતિની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, સુરતના સરથાણાં રહેતી હેતલ વિરડિયા નામની યુવતી સરથાણાં વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં સારવાર કરાવાવા માટે આવતી હતી. જ્યાં અવારનવાર સારવાર કરાવવા આવતા હેતલ અને તબીબ વચ્ચ મિત્રતા થઇ હતી, જ્યારે એક દિવસ સારવાર માટે હેતલ હોસ્પિટલ આવી હતી. તે દરમિયાન તેણે તબીબને કહ્યું હતુ કે, “મારા પતિ રાજેન્દ્ર વિરડિયા હિન્દુસ્તાન યુનિ લીવર કંપનીના ઉચ્ચ હોદ્દા પર નોકરી કરી રહ્યા છે. જો કોઈ છોકરાઓને નોકરીની જરૂરિયાત હોય તો જણાવજો તેઓ નોકરી લગાવી આપશે.”

- Advertisement -

શરૂઆતમાં ઠગ દંપતિએ નોકરીમાં 70 લાખ રૂપિયાનું પેકેજ પણ ઓફર કર્યું હતું અને સામે નોકરી આપવા માટે આટલા રૂપિયા શરૂઆતમાં ભરવા પડશે પછી નોકરી પાક્કી થઈ જશે, તેવુ કહી નોકરી મેળવવા ઇચ્છતા વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. તેમજ હિન્દુસ્તાન યુનિ લિવર કંપીનાના ખોટા કોલ લેટર પણ આવા વ્યક્તિઓને આપ્યા હતા. ઠગ દંપતિએ અગિયાર જેટલા લોકોને નોકરી આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યા હતા.

બીજી તરફ ઠગ હેતલ વિરડિયાએ તબીબને શેરબજારમાં સારા વળતરની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. તેમજ નોકરી ઇચ્છતા વ્યક્તિઓને નોકરી ન આપી તેમજ તબીબને રોકાણ કરેલા નાણાં પરત ન આપતા સમ્રગ મામલે તબીબે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકો ઠગ દંપતિની ધરપકડ કરી હતી.

આ અંગે ACP વિપુલ પટેલે જણાવ્યું હતું કે, “આરોપી રાજેન્દ્ર વિરડિયા અને હેતલ વિરડિયાએ ફરિયાદી તબીબ સહિત 11 જેટલા નોકરી ઇચ્છતા વ્યક્તિઓને લાલચ આપી આ દંપતિઓએ વિશ્વાસમાં લઈ 99 લાખ 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જે અંગે સરથાણા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેને અધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.”

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular