Monday, June 1, 2026
HomeGujaratAhmedabadગોંડલના કુખ્યાત નિખિલ દોંગાની થશે જેલ બદલી, ભૂજથી જશે અમદાવાદની જેલમાં

ગોંડલના કુખ્યાત નિખિલ દોંગાની થશે જેલ બદલી, ભૂજથી જશે અમદાવાદની જેલમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Rajkot News: રાજકોટના ગોંડલનો (Gondal) કુખ્યાત અને ગુજસીકોટનો આરોપી નિખિલ દોંગા (Nikhil Donga) ને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. નિખિલ દોંગાને અમદાવાદની સાબરમતી જેલ (Ahmedabad Sabarmati Jail)માં ખસેડવામાં આવશે. અગાઉ નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં (Bhuj Jail)બંધ હતો. પરંતું તે જેલમાં નિખિલને સગવડો મળતી હોવાની ફરિયાદ ખુદ પોલીસે કરી હતી. જેના આધારે સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને અમદાવાદ સાબારમતી જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ જાહેર કર્યો છે.

કુખ્યાત નિખિલ દોંગા હત્યા અને હત્યાની કોશિષ સહિત 14થી વધુ ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલો છે ઉપરાંત નિખિલ દોંગાની ગેંગ પર ગુજસીકોટનો ગુનો લાગતા નિખિલ દોંગાને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. નિખિલ દોંગા ગોંડલ સબ જેલમાં બંધ હતો તે દરમિયાન તેની ગેંગ સામે ગુજસીકોટનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ નિખિલને ભુજની જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસને હાથતાળી આપી નિખીલ દોંગા ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને નૈનિતાલથી ઝડપી પાડ્યો હતો.

- Advertisement -

ભુજ જેલમાંથી ફરાર થઈ ગયા બાદ ફરીથી નિખિલને ઝડપી પાડીને ભૂજની પાલારા જેલમાં નિખિલને ધકેલવામાં આવ્યો હતો. પરંતુ ભૂજની જેલમાં નિખિલને સગવડો મળતી હોવાની ખૂદ પોલીસે જ ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે રાજકોટની સ્પેશિયલ ગુજસીકોટ કોર્ટે નિખિલ દોંગાની જેલ ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આ આદેશ બાદ નિખિલ દોંગાને અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવશે. સાબરમતી જેલમાં નિખિલને હાઈસિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવશે.

TAG: Gondal News, Nikhil Donga Latest news, Nikhil Donga Jail Transfer

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular