Sunday, May 3, 2026
HomeNationalNCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી શરદ પવારે આપ્યું રાજીનામું, નવા વડાને લઈ અટકળો...

NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી શરદ પવારે આપ્યું રાજીનામું, નવા વડાને લઈ અટકળો શરૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહારાષ્ટ્ર: Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં દિગ્ગજ છબી ધરાવતા શરદ પવારે (Sharad Pawar) આજે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમની આ જાહેરાત બાદ NCPના કાર્યકર્તાઓમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે NCPના આગામી અધ્યક્ષ કોણ બનશે તેને લઈને પણ અનેક તર્ક વિતરકો કરવામાં આવી રહ્યા છે. શરદ પાવરના રાજીનામાંની જાહેરાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં કઈક નવાજૂની જોવા મળે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

શરદ પવારે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ છોડવાની સત્તાવાર જાહેરાત કરી ત્યાર બાદ હવે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ધુરા કોણ સંભાળશે તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અજિત પવારને જોવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેને પણ રાષ્ટ્રીય પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જેને લઈ આગામી દિવસોમાં કમિટી રચી નિર્ણય કરવામાં આવશે.

- Advertisement -

શરદ પવારે યુવા મંથન ક્રાર્યક્રમમાં પોતાની વાત મૂકી હતી, જેમાં તેમણે પાર્ટીની જવાબદારી હવે યુવાનોને સોંપવાનો નિર્ણય કર્યો છે. હવે NCP રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દીકરી સુપ્રિયા સુલે અને ભત્રીજા અજિત પવારનું નામ ચર્ચામાં છે. જેમાં આ બંનેમાંથી કોઈ એકના હાથે આગામી દિવસોમાં NCP રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવશે. જે માટે તેમના દ્વારા પાર્ટીના નેતાઓ સાથે પણ વિચાર વિમર્ષ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, NCPમાં યુવાઓ માટે આ એક અવસર છે. પાર્ટીના યુવાનો આગળ વધે તેવી મારી ઈચ્છા છે.

કોણ છે શરદ પવાર શું છે તેમની રાજ્કીય કારકિર્દી

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે રાજકારણમાં કારકિર્દી ભારતીય કોંગ્રેસ પાર્ટીમાંથી શરૂ કરી હતી. તેઓ 1967માં પ્રથમ વખત મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા. તેમણે ધારાસભ્યની સાથો-સાથ કોગ્રેસના સમયમાં કેટલાક મંત્રાલયના મંત્રી તરીકે પણ પદભાર સંભાળી ચુક્યા છે. 1978 તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તેઓ 6 વાર લોકસભાના સંસાદ રહી ચુક્યા છે. તેઓ નરસિંહમાં રાવની સરકારમાં રક્ષામંત્રી સહતિ અન્ય મંત્રાલયો પણ સંભાળી ચુક્યા છે. 1999માં એક બિન ભારતીય સોનિયા ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી મળતા તેમણે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તેમને પાર્ટીના સભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. NCP પક્ષની રચના શરદ પવાર, અનવર તારીક અને પી. એ. સંગામાએ મળીને કરી હતી અને આ ત્રણેય નેતાઓ પહેલા કોંગ્રેસમાં હતા. તેઓ ભારતીય ક્રિકેટ કાઉન્સિલ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular