Monday, June 1, 2026
HomeNationalતિહાર જેલમાં એક પછી એક હત્યાઓ, રોહિણી કોર્ટમાં ગોળીબારના માસ્ટર માઇન્ડ ટિલ્લુ...

તિહાર જેલમાં એક પછી એક હત્યાઓ, રોહિણી કોર્ટમાં ગોળીબારના માસ્ટર માઇન્ડ ટિલ્લુ તાજપુરિયાની હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દિલ્હી: Gangster Tillu Tajpuriya Murder: આપણાં દેશમાં છેલ્લા કેટલાક સમયથી ગેંગસ્ટર અને માફિયાઓની હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશના બાહુબલી સાંસદ અને માફિયા અતિક અહેમદ (Atiq Ahmed) અને તેના ભાઈ અશરફની ત્રણ લોકોએ પોલીસની સામે જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી, ત્યાર બાદ 14 એપ્રિલની આસપાસ દિલ્હીની તિહાર જેલમાં પ્રિન્સ તેવટિયા નામના ગેંગસ્ટરની હત્યા કરી દેવામાં આવી હતી અને હવે આજે ફરીથી તિહાર જેલમાં (Tihar Jail)બંધ ટિલ્લુ તાજપુરિયા (Tillu Tajpuriya) નામના ગેંગસ્ટરની હત્યા કરી દેવામાં આવી છે.

ગત સપ્ટેમ્બર 2021માં રોહિણી કોર્ટમાં શૂટઆઉટના કેસમાં ટિલ્લુ તાજપુરિયાને માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે. ટિલ્લુ તાજપુરિયા છેલ્લા ઘણા સમયથી તિહાર જેલમાં બંધ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે ટિલ્લુ તાજપુરિયા પર તિહાર જેલમાં જ બંધ યોગેશ ટૂંડે અને તેના સાગરીતો દ્વારા લોખંડની પાઇપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેલ અધિકારીઓને જાણ થતાં જ તેમણે ટીલ્લુને સારવાર માટે દિલ્હીની દીન દયાળ હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલ દ્વારા ટીલ્લુને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિનાના સમયમાં દેશની સૌથી હાઈ સિક્યુરિટી જેલ ગણાતી તિહાર જેલમાં બે હત્યા થતાં ઘણા સવાલો ઊભા થાય છે. એક જ માહિનામાં બે હત્યા થાય તો જેલ પ્રશાસનને પણ કેટલાક અંશે તેની પાછળ જવાબદાર ગણી શકાય, કારણ કે જો જેલ પ્રશાસનની બેદરકારી ન હોય તો આવી રીતે હાઈ સિક્યુરિટી જેલમાં કોઇની હત્યા ન થઈ શકે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular