Tuesday, May 26, 2026
HomeNationalસુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો, છૂટાછેડા માટે દંપતિએ નહીં જોવી પડે 6 મહિનાની...

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો, છૂટાછેડા માટે દંપતિએ નહીં જોવી પડે 6 મહિનાની રાહ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સુપ્રિમ કોર્ટમાં (Supreme Court) આજરોજ છૂટાછેડાને (Divorce) લઈ સુનાવણી હાથ ઘરવામાં આવી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. જે અનુસાર હવેથી પતિ-પત્નીએ છૂટાછેડા લેવા માટે 6 મહિનાની રાહ નહીં જોવી પડે. શું છે સમગ્ર મામલો? જાણો આ અહેવાલમાં…

છેલ્લા 7 વર્ષથી સુપ્રિમ કોર્ટમાં છૂટાછેડામાં બન્ને પક્ષની સંમંતિ હોય તો 6 મહિનાની સમય મર્યાદા માફ કરી શકાય કે કેમ? તે અંગે સુનાવણી ચાલી રહી હતી. જેમાં આજરોજ બંધારણીય બેચે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. જે અનુસાર જે દંપતિના લગ્ન સંબંધો તૂટી ગયા હોય અને તેમાં જો સમાધાનને કોઈ અવકાશ ન રહેતો હોય તો તેવા કિસ્સામાં લગ્નમાં અસંગત સંબંધના આધારે ભારતના બંધારણની કલમ 142 હેઠળની અનિવાર્ય શક્તિઓનો ઉપયોગ કરીને પતિ-પત્ની એકબીજાને છૂટાછેડા આપી શકે છે.

- Advertisement -

બંધારણની કલમ હેઠળની આ જોગવાઈ એવા જ કિસ્સાઓમાં લાગુ કરવામાં આવશે જેમાં સમાધાનનો કોઈ જ માર્ગ બાકી ન બચતો હોય. આવા કિસ્સાઓમાં બાળકોના ભરણપોષણ, અને કસ્ટડીના પ્રશ્નને જોતા સમાધાનને કોઈ અવકાશ છે કે નહીં તે કોર્ટ નક્કી કરશે તેવી ખાસ સ્પષ્ટતા પણ સુપ્રિમ કોર્ટે કરી છે.

મહત્વનું છે કે, જે કોઈપણ કેસમાં સંપૂર્ણ ન્યાય કરવો જરૂરી હોય, ત્યારે કલમ 142 હેઠળ સુપ્રિમ કોર્ટ આવા કિસ્સામાં હુકમ અને આદેશ કરવાની સત્તા ઘરાવે છે. જે આધારે સુપ્રિમ કોર્ટની બેધારણીય બેચે કહ્યું કે, “અમે માન્યું કે, કોર્ટ બિન સધ્ધરતાના આધારે લગ્નને રદ કરી શકે છે. અમે એવા પરિબળો પણ નક્કી કર્યા છે કે, જે કહે છે કે લગ્ન ક્યારે તૂટશે?”

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એવો કાયદો હતો કે, પતિ પત્ની જો છૂટાછેડા લેવા ઈચ્છતા હોય તો પણ ફેમિલિ કોર્ટ બન્ને પક્ષને પુનર્વિચાર માટે 6 મહિનાનો સમય આપતી હતી. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટના નવા આદેશ પ્રમાણે હવેથી પતિ-પત્ની જો બન્નેની છૂટાછેડા લેવાની સંમંતિ હોય તો તેમને 6 મહિનાની રાહ જોવાની જરૂર નથી.

- Advertisement -

અગાઉ 29 સપ્ટેમ્બર 2022 ના રોજ આ કેસનો ચુકાદો આપવાનો હતો, પરંતુ બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો હતો. જ્યારે આજરોજની 5 જજો વિક્રમ નાથ, સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, એએસ ઓકા અને જે. કે. મહેશ્વરીની ખંડપીઠે પરામર્શ કરીને છૂટાછેડા લેવા માટે 6 મહિનાની સમય મર્યાદામાં માફી આપતો મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular