નવજીવન ન્યૂઝ.સુરત : Surat Crime News: સુરતમાં (Surat) પાંચ વર્ષીય બાળકીના મૃત્યુના કેસમાં (five-year-old girl death Case) નવો ખુલાસો થયો છે. જેમાં ફૂલ જેવી માસૂમ બાળકીની હત્યારી જનેતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાળકીની હત્યા કરતા માતાની હિંમત કેવી રીતે ચાલી? જે માતાએ જન્મ આપ્યો તેણે જ પ્રાણ લઈ લીધા. સુરતના વેડ રોડ ફટાકડી વિસ્તારમાં માતાએ પોતાની 5 વર્ષની દિવ્યાંગ બાળકીને ઓટલા પર પછાડી પછાડીને નિર્દયતાથી તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેડ રોડ ખાતે આવેલા ફટાકડી વિસ્તારમાં રહેતી મહિલાની 5 વર્ષની દિવ્યાંગ બાળકી કેટલાક રોગોથી પીડાતી હતી. ગઈકાલે ગુરુવારે આ બાળકીને ગંભીર ઈજાઓની ફરિયાદ સાથે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. આ બાળકીની ઈજાઓ ગંભીર હોવાને પગલે બાળકીને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું. ઈજાઓ ગંભીર હતી અને બાળકીનું મોત થયું હતું જેને પગેલ આ સમગ્ર બાબત પોલીસ સુધી પહોંચી હતી.
પોલીસ માટે પ્રશ્ન હતો કે બાળકીનું મૃત્યુ કેવી રીતે થયું જેમાં પોસ્ટ મોર્ટમના પ્રારંભીક અહેવાલમાં તેની હત્યા હોવાનું સામે આવ્યું હતું. આ તરફ પોલીસે પુછપરછ કરતા બાળકીના પિતાએ કહ્યું કે, જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે બાળકીને શ્વાસ લેવાતો ન હતો, તેની હાલત સારી ન હતી. તેથી અમે હોસ્પિટલ લઈને આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસને તેની માતા પર પણ શંકા જઈ રહી હતી. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા માતા પડી ભાંગી હતી અને બાળકીની હત્યા કર્યા હોવાની કબૂલાત કરી હતી જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારી જનેતાની ધરપકડ કરી છે.
બાળકીની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં બાળકીને આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સમ્રગ બનાવ અંગે ચોક બજાર પોલીસ સ્ટેશન ઇન્પેકટર આર બી આસુરાએ જણાવ્યું હતું કે, પોલીસને જાણકારી મળી હતી કે બાળકીને ખેંચ આવવાથી મૃત્યુ થયું હતું. જે અંગે શંકાસ્પદ મૃત્યુને લઈ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા મહિલાએ તેની બાળકીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મહિલાએ તેના ઘરની બાજુમાં આવેલા ઓટલા પર બાળકીને પછાડી હતી. જેના કારણે બાળકીને પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારબાદ બાળકીને લઈને ઘરે જતી હતી. જ્યાં બાળકીને ઈજાઓના પહોંચતા દુખવાથી કણસી રહી હતી. છતાય આટલેથી ન અટકતા માતાએ ઘરે પણ બાળકીને મારવાનું ચાલુ રાખ્યું હતું. જે દરમિયાન મહિલાના પતિ ઘરે પહોંચ્યા હતા. જ્યાં બાળકીને શ્વાસમાં તકલીફ ઉપાડતા તાત્કાલિક સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે તેની વધુ સારવાર ચાલી રહી હતી, પણ આ બાળકીની કમનસીબી કહો કે, તેને સારવાર કારગર નીવડી શકી નહીં. ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. જે માતાની કુખે તેને જન્મ લીધો તે જ માતાના હાથે તેનું મૃત્યુ થયું હતું. પોલીસે (Surat Police) આ મામલામાં માતા સામે કાર્યવાહીનો દૌર આગળ વધાર્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








