Friday, June 5, 2026
HomeGujaratપંચમહાલ: પત્નીના લગ્નેત્તર સંબંધમાં પતિ બન્યો હત્યારો, પ્રેમીની હત્યા કરીને ફરાર

પંચમહાલ: પત્નીના લગ્નેત્તર સંબંધમાં પતિ બન્યો હત્યારો, પ્રેમીની હત્યા કરીને ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંચમહાલ: Panchmahal News: ઘણી વાર એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં પત્નીના લગ્નેત્તર સંબંધોના (Extramarital affairs) કારણે પતિ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખે છે અને બાદમાં જેલના સળિયા પાછળ જાય છે. આવો જ એક કિસ્સો પંચમહાલમાં (Panchmahal) સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લાના કાલોલ (Kalol) તાલુકાનાં ભાદરોલી ખુર્દ ગામમાં એક મહિલા જ્યારે તેના પ્રેમીને મળવા ગઈ હતી ત્યારે પતિને જાણ થઈ જતાં પતિએ જઈને પ્રેમીની હત્યા કરી નાખી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

ઘટનાની પ્રાથમિક જાણકારી અનુસાર, કાલોલના ભાદરોલી ખુર્દ ગામમાં રહેતા ગજેન્દ્રસિંહ પરમાર નામના વ્યક્તિને તેના જ ગામના ફળિયામાં રહેતા કૈલાસબેન સાથે પ્રેમ સંબંધ હતો. જ્યારે કૈલાસબેન પિયર આવે ત્યારે બંને અવાર-નવાર મળતા હોવાની જાણ પરિણિતાના પતિ કાળુ પ્રતાપસિંહને થઈ હતી. જેને લઈ કાળુસિંહ ખૂબ ઉશ્કેરાયા હતા. તેમણે ગજેન્દ્રસિંહને પોતાની પત્ની સાથે સંબંધો ન રાખવા માટે એક વાર તો ચેતવણી આપી હતી, તેમ છતાં ગજેન્દ્રસિંહે કૈલાસબેન સાથે મળવાનું ચાલુ રાખ્યું હતું.

- Advertisement -

કૈલાસબેનના પતિને શંકા જતાં તેમણે એક દિવસ પત્નીનો પીછો કર્યો હતો ત્યારે પત્ની ગજેન્દ્રસિંહને મળવા ગઈ હતી. આ જોઈને પતિ ઉશ્કેરાઈ જતાં તેણે પાવડા વડે હુમલો કર્યો હતો, પરંતુ પાવડો તૂટી ગયો હતો. આ દરમિયાન ગજેન્દ્રસિંહે ભગવાનો પ્રયત્ન કર્યો ત્યારે પતિના સાગરીતે ગજેન્દ્રસિંહને પકડી રાખ્યા હતા અને કૈલાસબેનના પતિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં ગજેન્દ્રસિંહ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને સમયસર સારવાર ન મળતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના પરિજનોની ફરિયાદના આધારે હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular