નવજીવન ન્યૂઝ. જામનગરઃ Jamnagar stage collapsed news: ગુજરાતના સ્થાપના દિનની (Gujarat Foundation Day)ઉજવણી માટે જામનગરમાં (Jamnagar) જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે ગઈકાલે સ્થાપના દિનની ઉજવણી માટે ઊભો કરવામાં આવેલો સ્ટેજ ધરાશાયી (stage collapsed) થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાત્રે 10 વાગ્યાની આસપાસ ટેક્નિકલ ખામીના કારણે સ્ટેજ તૂટી ગયો હતો. સ્ટેજ તૂટી જતાં સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.
ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિતે જામનગરમાં તૈયારી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એકાએક સ્ટેજનો માચડો જમીનદોસ્ત થતા દોડધામ મચી ગઈ હતી. સ્ટેજ તૂટી જવાની દુર્ધટના બનતા સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રિહર્સલ કરી રહેલા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ગુજરાત સ્થાપના દિનની ઉજવણી માટે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયન સ્ટેજ તૂટવાનો બનાવ બન્યો હતો. આ દુર્ઘટનાની જાણ પોલીસને થતાં જામનગર એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ કાર્યક્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહેવાના છે. જો કાર્યક્રમ દરમિયાન આ દુર્ઘટના ઘટી હોત તો મોટી જાનહાનિ સર્જાઈ ગઈ હોત.
TAG: Jamnagar News, Jamnagar stage collapsed news, Gujarat Foundation Day 2023
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








