નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ પાટીદાર આંદોલનમાંથી ઉભરી આવેલા નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ (BJP MLA Hardik Patel)ને સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળી છે. ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા રમખાણો, હિંસા અને આગચાંપીના કેસમાં સુપ્રિમ કોર્ટે (Supreme Court) હાર્દિક પટેલના નિયમિત જામીન મંજુર કર્યો છે. અગાઉ આ કેસમાં સર્વોચ અદાલતે હાર્દિક પટેલને વચગાળાના જામીન આપ્યા હતા. હાલમાં હાર્દિક પટેલ વિરમગામમાં ભાજપના ધારાસભ્ય છે.
ગુજરાતમાં વર્ષ 2015માં અનામતની માગ સાથે પાટીદાર આંદોલન શરૂ થયું હતું. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં પરિસ્થિતી વણસી હતી. પાટીદાર આંદોલનથી હીરો બનેલા હાર્દિક પટેલ સામે પોલીસે ગાળીયો કસતા તેમની સામે રમખાણો, હિંસા અને આગચાંપીના કેસમાં આરોપી બનાવ્યા હતા. જોકે આ કેસને લઈને સુપ્રિમ કોર્ટે હાર્દિક પટેલના નિયમિત જામીન મંજુર કર્યા છે. MLA હાર્દિક પટેલને આ જ કેસમાં અગાઉ સર્વોચ્ચ અદાલત દ્વારા વચગાળાની રાહતને ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને હિમા કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ઠેરવી હતી.
હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા તે દરમિયાન ફેબ્રુઆરી વર્ષ 2020માં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. હાર્દિક પટેલે વર્ષ 2015ના કેસમાં ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન નકારતા આ નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. અગાઉ હાર્દિક પટેલને આ કેસમાં મહેસાણાની મેટ્રો કોર્ટે દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. હાર્દિક પટેલે સજાને સસ્પેન્ડ કરવા માટે હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જેથી તેઓ 2019માં લોકસભાની ચૂંટણી લડી શકે, પરંતું હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેમણે આ આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગત વર્ષના એપ્રિલ મહિનામાં તેમને દોષિત ઠેરાવા પર રોક લગાવવામાં આવી હતી.
TAG: Hardik Patel bail News, Supreme Court, 2015 gujarat riots violence case
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








