Friday, June 5, 2026
HomeGeneralદિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલી વધી, 12 મે સુધી કોર્ટે...

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલી વધી, 12 મે સુધી કોર્ટે કસ્ટડી વધારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Delhi Liquor Policy Scam : દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની (Manish Sisodia) મુશ્કેલી સતત વધતી હોય તેવુ દેખાઈ રહ્યું છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે (Delhi Court) મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડીમાં 12 મે સુધી વધારો કર્યો છે. દિલ્હીના દારૂ કૌભાંડની (Delhi Liquor Scam) સમ્રગ તપાસ CBI કરી રહી છે. મનીષ સિસોદિયાની જામીન અરજીને લઈ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન CBIને કહ્યુ હતું કે, “જો તમારી પાસે એવા કોઈ પુરાવા છે જેના પર તમને વિશ્વાસ હોય તો તે અમને બતાવો.”

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટ 28 એપ્રિલ સુધી નિર્ણય મુલતવી રાખ્યો છે. દિલ્હીની દારૂનીતિમાં થયેલા કૌભાંડને લઈને CBIએ મનીષ સિસોદિયાનું નામ મુખ્ય આરોપી તરીકે રજૂ કર્યું હતું. તેમના સિવાય CBI દ્વારા હૈદરાબાદના CA બુચ્ચી બાબુ ગોરંટલા, અર્જુન પાંડે અને અમનદીપ સિંહને પણ આરોપી તરીકે ચાર્જશીટ સામેલ કરવામાં આવ્યા છે. CBI દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ ઉપર કોર્ટ 12 મેના રોજ સુનાવણી કરશે. બચ્ચી બાબુ ગોરટંલા તેલગાંણા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કવિતનો CA છે. દિલ્હી દારૂ કૌભાંડ મામલે ED એ કવિતાનાની પણ પૂછપરછ કરી હતી.

- Advertisement -

CBI એક નિવેદનમાં કહ્યું હતું કે, “2021 અને 2022 દિલ્હી દારૂ પોલીસીમાં અનિયમિતતા હોવાના કારણોસર અને સાઉથના એક દારૂના વેપારી પાસેથી આબકારી નિતીમાં ફેરફાર કરી 100 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં મનીષ સિસોદિયાની પૂછપરછ કર્યા બાદ યોગ્ય સંતોષકારક જવાબ ન મળતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મનીષ સિસોદિયાએ આબકારી નિતીમાં સરકારનું નુકશાન કરીને વેપારીને ફાયદો પહોંચાડવાના હેતુથી દારૂ પોલિસીમાં ફેરફાર કર્યા હતા. જે બાબતે ઈડી મનીલોન્ડરિંગ કેસ અને સીબીઆઈ દારૂ કૌભાંડનીની તપાસ કરી છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular