Wednesday, February 18, 2026
HomeGujaratSuratસુરત કોર્પોરેશન અને પોલીસ ક્યારે જાગશે? બેફામ બનેલી સુરત સિટી બસનો વીડિયો...

સુરત કોર્પોરેશન અને પોલીસ ક્યારે જાગશે? બેફામ બનેલી સુરત સિટી બસનો વીડિયો થયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat City Bus Video Viral: ગુજરાતમાં ઘણી વાર એવા કિસ્સા સામે આવે છે કે જેમાં સિટી બસના ડ્રાઈવરો બેફામ અને બેદરકારીપૂર્વક બસ ચલાવતા હોય છે, જેના કારણે સામાન્ય માણસોના જીવ જોખમમાં મૂકાતા હોય છે. આજે સુરતમાં (Surat) પણ આવી રીતે બેફામ રીતે રોંગ સાઈડમાં ચાલતી એક બસનો વીડિયો વાયરલ (City Bus Video Viral) થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બસ ચાલક બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ રીતે બસ ચલાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ (Video Viral) થતાં લોકોમાં બસ ચાલક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના સમયે સુરતના ગડોદરા વિસ્તારમાં એક બ્રિજ ઉપર ડ્રાઈવર રોંગ સાઈડમાં બેફામ રીતે બસ ચલાવતો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જોકે બસમાં કોઈ મુસાફર ન હતા, પરંતુ આવી રીતે બસ ચલાવવાથી રસ્તા પરથી પસાર થતાં સામાન્ય માણસોને નુકશાન થઈ શકે છે. સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઇજા પહોંચી ન હતી. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે પછી સુરત ટ્રાફિક પોલીસ આ બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરશે કે નહીં.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં સિટી બસ અને BRTS સેવા કોન્ટ્રાક્ટ ઉપર ચલાવવામાં આવે છે. અવાર-નવાર સિટી બસના ડ્રાઈવર આવી રીતે બેદરકારીપૂર્વક બસ ચલાવતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે, ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં સિટી બસ ચાલકની બેદરકારીના કારણે કોઈને જીવ ગુમાવવો પડ્યો હોય કે કોઈ ઇજાગ્રસ્ત થયું હોય. જ્યારે સામાન્ય લોકો ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરે છે ત્યારે પોલીસ તેમણે તરત દંડ કરવા આવી જાય છે, પરંતુ આવા બસ ચાલકો અને કોન્ટ્રાક્ટર સામે સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરશે કે નહીં તે અગત્યનો સવાલ છે.

TAG: Surat Video Viral, Surat City Bus Video Viral, Surat News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular