Monday, May 25, 2026
HomeGujaratAhmedabadખર્ચ કર્યે શૂરા AMCના ચાઈનિઝ સ્માર્ટપોલ બંધ, સ્માર્ટ સિટી માટે સ્માર્ટ કામ...

ખર્ચ કર્યે શૂરા AMCના ચાઈનિઝ સ્માર્ટપોલ બંધ, સ્માર્ટ સિટી માટે સ્માર્ટ કામ પણ કરવું પડે સાહેબ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં તંત્રની બેદરકારી સામે આવી છે. સ્માર્ટ સિટીને સ્માર્ટ બનાવવા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોય છે. પરંતુ કરોડોનો ખર્ચ થયા બાદ પણ લોકોને તેની સુવિધા મળતી નથી. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના સી.જી. રોડ (Ahmedabad CG Road) પર સામે આવ્યો છે. જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે સ્માર્ટ પોલ નાખવામાં આવ્યા હતા. જે 3 વર્ષ બાદ શોભાના ગાંઠીયા જેવા બની ગયા છે.

અમદાવાદમાં લોકોને વધુમાં વધુ સુવિધા મળી રહે તે હેતુથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા અવનવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ થતો હોય છે. અમદાવાદ પોશ વિસ્તાર ગણાતા સી.જી. રોડના નવીનીકરણ કર્યા બાદ લોકોને આધુનિક સુવિધા મળી રહે તે માટે સ્માર્ટ પોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્માર્ટ પોલની ખાસિયત હતી કે તેમાં યુ.એસ.બી. મોબાઈલ ચાર્જિંગ, ઈલેક્ટ્રીક કાર ચાર્જિંગ, વાઈફાઈ રાઉટર, પી.ટી.ઝેડ. કેમેરા, બિલ બોર્ડ ડિસ્પ્લે જેવી સુવિધા ઉપલ્બઘ હતી. જેના કારણે આ સ્માર્ટ પોલ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

- Advertisement -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ 38 કરોડના ખર્ચે સીજી રોડના ડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં રૂપિયા બે કરોડના ખર્ચે ચાઇનીઝ સ્માર્ટ પોલ ઊભા કર્યા છે. સી. જી. રોડના ડેવલપમેન્ટમાં 12 લાખની કિંમતનો એક એવા 7 સ્માર્ટ પોલ અને 8.50 લાખનો એક એવા 12 નાના સ્માર્ટ પોલ ફીટ કરાયા છે. આ તમામ સ્માર્ટ પોલમાં સી.સી.ટી.વી., એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિસ્પ્લે સહિતની ટેકનોનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. જોકે આ ચાઈનિઝ સ્માર્ટ પોલ લગાવ્યાના ત્રણ વર્ષમાં જ બંધ થઈ જતા 2 કરોડ રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ રચાયો છે.

હાલમાં આ ચાઈનિઝ સ્માર્ટ પોલમાં ન તો મોબાઈલ ચાર્જ થઈ રહ્યાં કે ન તો વાહન ચાર્જિંગ થઈ રહ્યાં છે. ત્રણ વર્ષમાં જ સ્માર્ટ પોલ ખખડી ગયા હોય તેવી સ્થિતી ઊભી થઈ છે. આ મામલે તંત્રનું કહેવું છે કે, ટેક્નિકલ ખામીના કારણે આ સ્માર્ટ પોલ બંધ થયા છે, આ અંગે સ્માર્ટ સિટીને લાગતા વિભાગને જાણ કરી દેવામાં આવી છે અને તે અંગે કાર્યવાહી કરવામાં આવશે, સ્માર્ટ પોલ જલ્દીથી ફરી શરૂ થાય તે માટે સુચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે અહીં સવાલ થાય કે મોટા ઉપાડે સ્માર્ટ સિટી ગૌવરવ લેનારું તંત્ર કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ તેની જાળવણી કરવાનું કેમ ભુલી જાય છે? શું સ્માર્ટ પોલ નાખી દેવાથી સ્માર્ટ સિટી થઈ જશે?.

સી.જી. રોડના ચાઇનીઝ સ્માર્ટ પોલમાં શું હતી સુવિધા

  1. For Meter Smart Poles
  • Wi Fi router
  • 30 W LED Fixtures
  • PTZ camera
  • 30 W PA Speaker
  • USB charging socket
  • Electric Car charging
  • Weather Station
  • Bill Bord Display

Emergency push button

  1. 10 Meter Smart poles
  • Wi Fi router
  • 20 W Spotlight
  • PTZ camera
  • 30 W PA Speaker
  • Weather Station
  • Bill Bord Display
Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular