નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Harsh Sanghavi apologized News: અમદાવાદમાં બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશને આવતા મુસાફરો સાથે રિક્ષાચાલકો છેતરપિંડી આચરીને મન ફાવે તેવું ભાડું વસુલતા હોવાની અનેક ફરિયાદો સામે આવતી હોય છે. ઉપરાંત શહેરમાં કેટલાક રિક્ષાચાલકો રિક્ષા મિટરના ભાવ કરતા પોતાની મરજી મુજબ મુસાફરો પાસેથી ભાડું વસુલી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ફરવા આવેલા ટુરિસ્ટને (Tourist) રિક્ષા ચાલકનો (rickshaw driver) કડવો અનુભવ થતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghavi)માફી માગવી (apologize) પડી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં આવેલા એક ટુરિસ્ટને શહેરના રિક્ષાચાલકનો કડવો અનુભવ થયો હતો. 18 એપ્રિલના દિવસે દિપાન્સુ સેંગાર નામનો એક ટુરિસ્ટ અમદાવાદ ખાતે આવ્યો હતો. ત્યારે તેને એેક રિક્ષાચાલકે છેતર્યો હતો. જેથી ટુરિસ્ટે આ મામલે ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમદાવાદ એક એવું સ્થળ બની રહ્યું છે જ્યાં પ્રવાસીઓ રોજેરોજ લૂંટાય છે. મેં એક રિક્ષામાં સવારી લીધી હતી, ડ્રાઈવરે મારી પાસેથી લગભગ 5.5 કિમીની રાઈડ માટે 647 રૂપિયા વસુલ્યા હતા.
વધુમાં ટુરિસ્ટે જણાવ્યું હતું કે, ટુરિસ્ટે સી.ટી.એમ.થી ગીતામંદિર જવા માટે રિક્ષાની સવારી લીધી હતી. આ સવારી માટે રિક્ષાચાલકે રૂપિયા 647 વસુલ્યા હતા. જેથી મેં તેને 600 રૂપિયા આપ્યા હતા. મેં આ રિક્ષાના નંબરપ્લેટનો ફોટો પાડ્યો છે. તેનું નામ રેહાન હોય શકે છે. રિક્ષા ચાલક સંપુર્ણ પણે નશામાં હતો. ટુરિસ્ટે ટ્વીટ કરીને અમદાવાદ પોલીસને ટેગ કરી હતી. ટુરિસ્ટની પોસ્ટ વાયરલ થતા રાજ્ય ગૃહમંત્રીએ ટુરિસ્ટની માફી માગતા ટ્વીટ કરી હતી કે, આ વાતને અમારે ધ્યાને લાવવા બદલ આભાર, દિપાન્સુ સેંગર સૌપ્રથમ તો તમને જે અસુવિધા થઇ છે તે બદલ હું માફી માંગુ છું, હું વ્યક્તિગત રીતે આ બાબતે તપાસ કરીશ, ગુજરાતમાં આવતા તમામ ટુરિસ્ટ અમારા મહેમાન છે. ચિંતા કરશો નહીં, અહીં તમારા સમયનો આનંદ માણો અને હું વચન આપું છું કે તમે સારી યાદો સાથે પાછા ફરશો.
TAG: Gujarat tourist, Harsh Sanghavi apologize, Ahmedabad rickshaw driver
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








