નવજીવન અમદાવાદ: ગુજરાતમાં સતત કોરોનાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતા કેસના કારણે આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં કે.કે નાથન સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનના પૂર્વ કમિશનર મુકેશકુમાર અને સીએસ પંકજકુમાર પણ હાજર રહ્યા હતા. બંધબારણે એક કલાક સુધી મિટિંગ ચાલી હતી.
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના નવા કમિશનર લોચન સહેરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આજે મુખ્યમંત્રી સાથેની મિટિંગમાં શહેરની હાલની કોરોના અંગેની પરિસ્થતિની સમીક્ષા કરવામાં આવી હતી. Amc તરફથી મુખ્યમંત્રી સમક્ષ તેમની તૈયારી રજૂ કરી હતી. અત્યારે સૌથી વધારે ધ્યાન ટેસ્ટિંગ ઉપર આપવામાં આવશે. હાલમાં ૯૦૦૦ જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે તેને વધારીને ૧૫૦૦૦ કરવામાં આવશે. ધન્વંતરિરથ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવી છે. ૩૦ જેટલા ધન્વંતરિરથ હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ કોર્પોરેશનને આપવામાં આવશે.
વધુમાં કહ્યું કે સંજીવની વાન દ્વારા ૭૦૦ જેટલા આઇસોલેટેડ દર્દીના ઘરે જઈને સર્વિસ આપી રહી છે. આજની મિટિંગમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક અમલીકરણ માટે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે.
![]() |
![]() |
![]() |











