નવજીવન.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લો જાણે તસ્કરો માટે સ્વર્ગ સમાન બની ગયો હોય તેમ દરરોજ બંધ મકાનો અને દુકાનોમાં તસ્કરો ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે તસ્કર ટોળકી જીલ્લા પોલીસતંત્ર માટે પડકારૂપ બની છે, ત્યારે જીલ્લામાં તરખાટ મચાવતી ચોર ગેંગને ઝડપી પાડવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે. જીલ્લા પોલીસતંત્રની નિષ્ક્રીય કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે બે દિવસ અગાઉ મંદિર-મસ્જીદના તાળા તોડી તેમજ બે દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યાના ૪૮ કલાકમાં ફરીથી ટીંટોઈ ગામમાં તસ્કર ટોળકી ત્રાટકી એક મોલ, ૬ ઘર અને બે દુકાનમાં ત્રાટકી લાખ્ખો રૂપિયાની ચોરી કરી ફરાર ફરાર થઇ ગયા હતા ટીંટોઈ ગામમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા તસ્કરોને જાણે કોઈનો ડર જ ન હોય તેમ બિન્દાસ્ત રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા.
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં ૪૮ કલાકના સમયગાળામાં તસ્કરોએ ટીંટોઈ ગામને ઘમરોળી નાખ્યું હોય તેમ ૧૩ થી વધુ સ્થળોને નિશાન બનાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોડાસા રૂરલ પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા સામે અનેક સવાલ પેદા થયા છે. બુધવારે રાત્રે ત્રાટકેલા ૪ બુકાનધારી તસ્કરો હાથમાં ઘાતક હથિયાર અને દંડાઓ સાથે ૬ મકાન, એક મોલ અને કિરાણા સ્ટોર્સમાં ત્રાટકી ધીંગી ખેપ મારી ફરાર થઇ ગયા હતા. ટીંટોઈ ગામમાં સતત તસ્કરોએ પડાવ નાખતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ટીંટોઈમાં તસ્કરો ત્રાટકી ચોરી થતા મોડાસા રૂરલ પોલીસ દોડતી થઇ હતી તસ્કર ટોળકીને જે સ્થળે કોઈ કિંમતી માલસામાન કે રોકડ રકમ હાથ ના લાગી હોય તે સ્થળોએ તોડફોડ કરી ગુસ્સો ઠાલવ્યો હતો.

ટીંટોઈ ગામમાં સતત ચોરીની ઘટનાના પગલે લોકોમાં પોલીસતંત્રની કામગીરી સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવેની માંગ પ્રબળ બની છે.
![]() |
![]() |
![]() |











