તુષાર બસિયા. (નવજીવન ન્યૂઝ. ભાવનગર): ડમીકાંડનો મામલો ઉજાગર થતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલાની તપાસનો ધમધમાટ શરૂ કરી ભાવનગર પોલીસે 48 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જેમાં 23 આરોપીઓની ધરપકડ (Arrested) થઈ ચૂકી છે. પરંતુ ડમીકાંડ (Dummykand)ની સૌથી ચોંકાવનારી વાત છે કે તેમાં હાલ સુધી સરકારી નોકરી કરતા 11 આરોપીઓની પણ સંડોવણી ખુલી છે. જેના કારણે શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે જો ખરેખર પોલીસ ઊંડી તપાસ હાથ ધરે તો રાજ્યનું સૌથી મોટું સરકારી નોકરીનું કૌભાંડ (Government Job Scam) પણ બહાર આવી શકે છે.
ડમીકાંડમાં સરકારી નોકરી કરતા ઝડપાયેલા આરોપીની વાત કરીએ તો તેમાં તલાટી કમ મંત્રીથી લઈ પી.એસ.આઈ. સુધીના આરોપીઓની સંડોવણી ખુલી છે. જેમાં સરતાનપરની શાળાનો આચાર્ય શરદ પનોત મુખ્ય સુત્રધાર માનવામાં આવે છે. સાથે જ આજરોજ એક વધુ એક આરોપી 25 વર્ષીય સંજયભાઈ ગોવિંદભાઈ સોલંકી પણ ઝડપાયો છે. જે ભાવનગરના મહુવા ગામના કુંભણ ગામનો રહેવાસી છે અને છોટા ઉદેપુર ખાતે MPHWના પદ પર નોકરી કરે છે.

જ્યારે પ્રકાશ દવે ઉર્ફે પી.કે. પણ બી.પી.સી. (બ્લોક રિસોર્સ કન્સલ્ટ કોર્ડીનેટર) તરીકે ફરજ બજાવતો હતો. ઉપરાંત અક્ષર બારૈયા, સરકારી એન્જીનિયરિંગ કોલેજમાં, સંજય પંડ્યા, તાલીમાર્થી પી.એસ.આઈ., પ્રદિપ બારૈયા, કોર્ટ ક્લાર્ક,વિરમદેવસિંહ ગોહિલ, એસ.ટી. ડ્રાયવર, વિપુલ અગ્રાવત, શિક્ષક કેન્દ્રવર્તીશાળા તળાજા, ભાર્ગવ કનુ બારૈયા, MPHW વડોદરા મહાગનરપાલિકા, રમેશ બચુ બારૈયા, MPHW સાવરકુંડલા અને હસમુખ પુના ભટ્ટ, તળાજાના કેરાળા ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતો હતો.
પ્રદિપ બારૈયા, કોર્ટ ક્લાર્ક

અક્ષર બારૈયા, સરકારી એન્જીનિયરિંગ કોલેજ

સંજય પંડ્યા પી.એસ.આઈ.ની તાલીમાર્થી

પ્રદિપ દવે ઉર્ફે પી.કે. બ્લોક રિસોર્સ કન્સલ્ટ કોર્ડીનેટર

આરોપી વિરમદેવસિંહ ગોહિલ એસ.ટી. બસ ડ્રાયવર

ભાર્ગવ બારૈયા, MPHW વડોદરા મહાગનરપાલિકા

વિપુલ અગ્રાવત, શિક્ષક કેન્દ્રવર્તીશાળા તળાજા

રમેશ બચુ બારૈયા, MPHW સાવરકુંડલા

તળાજાના કેરાળા ખાતે તલાટી કમ મંત્રી

મહત્વની વાત છે કે ડમીકાંડનો આરોપી સંજય પંડ્યા કે જે કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં પી.એસ.આઈ.ની તાલીમ મેળવી રહ્યો હતો તેને અગાઉ ડમી ઉમેદવાર તરીકે બેસી પરીક્ષા આપી હતી. જે વ્યક્તી પણ સરકારી નોકરી મેળવી ચૂક્યો હતો. આમ જો ખરેખર તપાસ કરવામાં આવે તો કેટલાય ડમી ઉમેદવાર બની પરીક્ષા આપતા આરોપી સરકારી નોકરી પર ચઢી ગયા હોય તેમજ ડમી બેસાડી સરકારી નોકરી મેળવી ચૂકેલા આરોપીની પણ ધરપકડ થઈ શકે છે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાવનગર પોલીસ (Bhavnagar Police) દ્વારા ખરેખર સમગ્ર દિશામાં તપાસ કરી કૌભાંડને ખુલ્લુ પાડવામાં આવે છે કે પછી ભીનું સંકેલી દઈ સરકારની આબરું બચાવવામાં આવે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








