Thursday, June 25, 2026
HomeGujaratRajkotરાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ વિપક્ષ નેતાનું પદ ગુમાવશે, સેક્રેટરી વિભાગે કમિશનરને લખ્યો...

રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ વિપક્ષ નેતાનું પદ ગુમાવશે, સેક્રેટરી વિભાગે કમિશનરને લખ્યો પત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot Politics News: ગુજરાતમાં દિવસેને દિવસે કોંગ્રેસ પર આફતના વાદળ મંડરાઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાંથી (Rajkot) પણ કોંગ્રેસ (Congress) માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મનપામાં કોંગ્રેસનો સફાયો થાય તેવા એંધાણ સર્જાતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ મનપામાં કોંગ્રેસના વિપક્ષ પદને લઈને લટકતી તલવાર જોવા મળી રહી છે. RMCના વિપક્ષ પદને લઈને સેક્રેટરી વિભાગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખતાં વિપક્ષ પદ ગુમાવાનો વારો આવી શકે છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના મેયર પ્રદિપ ડવની સુચના બાદ સેક્રેટરી વિભાગે વિપક્ષ પદ મામલે મ્યુનિસિપલ કમિનરને પત્ર લખ્યો હતો. જેમાં વિપક્ષ નેતાને મળતી કાર અને બેઠક વ્યવસ્થા પાછી ખેંચવાની માગ કરવામાં આવી છે. રાજકોટ મનપામાં વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબળ નથી. જેથી તેમને મળતી સુવિધાઓ પરત લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ પત્ર બાબતે મ્યુનિસિપલ કમિનર દ્વારા કોંગ્રેસના નેતા ભાનુબેન સોરાણીને જાણ પણ કરી દેવામાં આવી છે.

- Advertisement -

રાજકોટ મનપાની ચૂંટણી બે વર્ષ પહેલા યોજાઈ હતી. જેમાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર ચૂંટાયા હતા. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઈ આમ આદમી પાર્ટીમાં જોડાતા કોંગ્રેસ પાસે ભાનુબેન સોરાણી અને મકબુલ દાઉદાણી માત્ર બે જ કોર્પોરેટર રહ્યા હતા. નિયમ અનુસાર કુલ સંખ્યા બળાના 10 ટકા સભ્ય વિપક્ષ પાસે હોય તો જ વિપક્ષ પક્ષના નેતાનું પદ અને અન્ય સુવિધાઓ મળે છે. પરંતું મનપા શાસક પક્ષે અગાઉથી ચાલી આવતી પરંપરાના કારણે વિપક્ષી નેતાનું પદ આપ્યું હતું. પરંતું હાલમાં ચાર સભ્યમાંથી બે સભ્ય ગેરલાયક ઠરતાં વિપક્ષમાં માત્ર બે જ સભ્ય બેસે છે.

સેક્રેટરી વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિનરને પત્ર લખ્યા બાદ ટૂંક સમયમાં જ કમિનર વિપક્ષ નેતાના પદ માટે કાર્યવાહી કરી શકે તેવી શક્યતા રહેલી છે. તાજેતરમાં જ જુનાગઢ મનપામાં વિપક્ષ નેતાનું પદ કોંગ્રેસના હાથમાંથી છીનવાયું હતું. ત્યારે હવે રાજકોટ મનપામાંથી પણ કોંગ્રેસ પાસેથી વિપક્ષ નેતાનું પદ છીનવાઈ શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular