Friday, June 5, 2026
HomeGujaratAhmedabadધોળકામાં સરકાર ઉઘાડી પડી, સફાઈ કામદારોના મૃતદેહ શોધવા પણ સ્થાનિકોને ગટરમાં ઉતાર્યા

ધોળકામાં સરકાર ઉઘાડી પડી, સફાઈ કામદારોના મૃતદેહ શોધવા પણ સ્થાનિકોને ગટરમાં ઉતાર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ધોળકા: Dholka News: સુપ્રિમ કોર્ટે (Supreme Court) ગટરમાં અંદર ઉતરી સફાઈ કરવાનો પ્રતિબંધ લાદ્યો છે. ઉપરાંત અનેક વખત સફાઈ કર્મચારીના મોત (Cleaners die) ગટરની સફાઈ દરમિયાન (cleaning sewage line) થતા હોય હાઈકોર્ટમાં પણ મામલા પહોંચતા રહે છે અને કોર્ટ સરકારને ફટકાર પણ લગાવતી રહે છે. તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરતા તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેમ જણાઈ રહ્યું છે. જેના પરિણામે ભરૂચ (Bharuch) અને રાજકોટ (Rajkot) બાદ આજે અમદાવાદના ધોળકામાંથી (Dholka) ગટર સાફ કરવા ઉતરેલા 2 કામદારના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળ્યા છે. એટલું જ નહીં આ સફાઈ કામદારોને શોધવા માટે તરવૈયા બોલાવી રીતસરનું ઑપરેશન ચલાવવું પડ્યું હતું.

મળતી વિગતો અનુસાર ગતરોજ ધોળકાના પુલેવ સર્કલ નજીકના STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં સફાઈ કામગીરી દરમિયાન બે કામદારોના મોત નિપજ્યા છે. જે કામદારો પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. કંપની દ્વારા સફાઈ કામદારોને ગટરમાં કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો વગર જ ઉતારી દઈ સફાઈ કરાવવામાં આવી રહી હતી. જેના પરિણામે ગટરમાં ઉતરેલા સફાઈ કામદારો ગેસગળતરનો ભોગ બનતા ગટરમાં જ બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમાં સફળતા નહીં મળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

- Advertisement -

આ પણ વાંચો : દહેજઃ ગટરમાં ઉતરેલા કામદારોના મોત મામલે સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

ફાયર બ્રિગેડને જાણ થતા જ તુરંત ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતો. ઘટના સ્થળ પહોંચેલા ફાયર જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ સફાઈ કામદારોની કોઈ ભાળ મળી રહી ન હતી. માટે અમદાવાદના ફાયર વિભાગની પણ મદદ લેવી પડી હતી. આમ મોટી સંખ્યામાં ફાયર ફાયટરોએ કામગીરી શરૂ કરવા છતાં પણ કામદારોના મૃતદેહ મળી આવ્યા ન હતા. ઉપરાંત સ્થાનિક તરવૈયાઓની મદદ પણ લેવી પડી હતી. આમ લાંબી જહેમત બાદ બંને સફાઈ કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગટરમાં સફાઈ કામદારોને શોધવા ઉતરેલા સ્થાનિક તરવૈયાઓની પણ હાલત ખરાબ થઈ ગઈ હતી. ગટરમાં થઈ રહેલી ગેસ ગળતરના કારણે એક સ્થાનિક તરવૈયાની તબિયત લથડી ગઈ હતી. આમ બચાવ કામગીરીમાં જોડાયેલા તરવૈયાને પણ તબિયત લથડતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટના પરથી સમજી શકાય છે કે સરકાર પાસે સફાઈ કામદારોની સુરક્ષા માટેની વ્યવસ્થાના નામે શૂન્ય છે જ પરંતુ તેમના બચાવ માટેની સુવિધામાં પણ શૂન્ય છે.

- Advertisement -

આ ઘટના સંદર્ભે પોલીસે કાર્યવાહી કરતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ બન્ને કામદારો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના શિયાળ ગામના વતની છે. જેમાં એકનું નામ ગોપાલભાઈ પઢાર છે. જેમની ઉંમર 32 વર્ષ છે. જ્યારે બીજા 30 વર્ષિય બીજલભાઈ પઢાર હોવાનુ અને પી.સી. સ્નેહલ કંસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ એજન્સીના કામદાર તરીકે કામ કરતા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular