Monday, May 25, 2026
HomeGeneralમોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની ઘટના ‘બાદ’ MLAની લાગણી દુભાઈ, કહ્યું; કોઈ ચમરબંધીને...

મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની ઘટના ‘બાદ’ MLAની લાગણી દુભાઈ, કહ્યું; કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News: ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગેની મોટી-મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા તદ્દન વિપરીત જોવા મળી રહી છે. મહિલાઓ અને સગીરાઓ સાથે થતાં અપરાધોના આંકડા જોઈએ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષાના (Gujarat Woman Safety) બધા દવા પોકળ થતાં જોવા મળે છે. આજે મોરબીમાં (Morbi) કેટલાક અસામાજિક તત્વો (anti social elements) દ્વારા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરીને આવતી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી (Girl harrassment)કરવાની એક ઘટના સામે આવી છે. જેને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ (MLA Kanti amrutiya) પણ આ ઘટનાને લઈને એક નિવેદન આપ્યું છે.

પ્રાથમિક વિગતો મુજબ, મોરબીમાં સુપર માર્કેટ નજીક કેટલાક અસામાજિક તત્વો બેસી રહેતા હતા અને ત્યાંથી પસાર થતી શાળા અને કોલેજની વિદ્યાર્થિનીઓ અને અન્ય મહિલાઓની છેડતી કરતાં હતા. આ ઘટના સુપર માર્કેટમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી અને હવે આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગયો હતો અને આવા અસામાજિક તત્વોને તાત્કાલિક પણે પાઠ ભણાવવામાં આવે તેવી લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.

- Advertisement -

આ ઘટનાની જાણ થતાં જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તાત્કાલિક ગાંધીનગરથી મોરબી દોડી આવ્યા હતા અને આવા અસામાજિક તત્વોને ટાંકીને તેમણે કહ્યું હતું કે, “આ ઘટના ખૂબ જ નિંદનીય છે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ભલે એ કોઈ પણ હોય અને કોઈનો પણ દીકરો હોય.”

આ ઘટનાનો વિડીયો સામે આવ્યો ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ છેડતી કરનારા વ્યક્તિઓની અટકાયત કરી લીધી હતી. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ આરોપીઓ પણ વિદ્યાર્થીઓ જ છે અને મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી ભણવા માટે મોરબી આવ્યા હતા. તેમની અટકાયત બાદ તાત્કાલિક પોલીસે તેમના વાલીઓને આ ઘટનાની જાણ કરી હતી અને આ વિદ્યાર્થીઓ ફરી આવું કૃત્ય ન કરે તે માટે ચેતવણી પણ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આવી હજારો ઘટના રોજબરોજ બનતી હોય છે પણ સામે આવતી નથી. જ્યારે પણ આવી કોઈ ઘટના સામે આવે ત્યાર બાદ જ પોલીસ એક્શનમાં આવે છે. તો અહિયાં સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસનું કામ માત્ર ફરિયાદ આવે તેની તપાસ કરવાનું જ છે? શું પોલીસ તકેદારીના ભાગ રૂપે આવા વિસ્તારોમાં મહિલાઓ અને વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે કામ ન કરી શકે?

- Advertisement -

TAG: Morbi News, Morbi Girl harrassment Case, MLA Kanti amrutiya

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular