નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Dummy Candidate Case: ડમીકાંડમાં (Dummy Kand) ભાવનગર પોલીસે (Bhavnagar Police) ગતરોજ વધુ 6 આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીઓને કોણે ડમી તરીકે બેસાડ્યા હતા અને કોના દ્વારા સમગ્ર કારસ્તાન પાર પાડવામાં આવતું હતું તે મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે 6 પૈકીના 1 આરોપી વિપુલકુમાર અગ્રાવત દ્વારા એક કરતા વધારે પરીક્ષા આપી હતી. ત્યારે આજરોજ પોલીસે તમામ આરોપીઓને ભાવનગર કોર્ટ (Bhavnagar Court) સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી.

મળતી વિગતો અનુસાર ગતરોજ ભાવનગર પોલીસે ડમીકાંડ (Dummy Scam)મામલે વધુ 6 આરોપીની ધરપકડ કરતા ધરપકડનો આંક 12 થયો હતો. મહત્વની વાત છે કે હજુ પણ 24 આરોપી ફરાર છે અને પોલીસ શોધખોળ કરી રહી છે. ત્યારે ગતરોજ ઝડપાયેલા આરોપીઓને ભાવનગર પોલીસ સમક્ષ રજૂ કરી પોલીસે રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે પોલીસ અને આરોપી પક્ષની દલીલો સાંભળી આરોપીઓની 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તરફે રોકાયેલા વકીલ જયેશ એમ. ચૂડાસમા દ્વારા એડિશનલ ચિફ કોર્ટના જજ એચ.આર. શાહની કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓ પાસેથી મોર્ફ કરેલી રિસિપ્ટ મેળવવાની હોય રિમાન્ડ જરૂરી છે. આમ પોલીસની દલીલોને ગ્રાહ્ય રાખતા કોર્ટે તમામ 6 આરોપીઓની તારીખ 23 એપ્રિલના બપોરે 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કયા આરોપીના રિમાન્ડ થયા મંજૂર
વિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત
ભાર્ગવ કનુભાઇ બારૈયા
ઈશ્વરભાઈ જાની
અશ્વિનભાઈ રમેશભાઈ સોલંકી
રમેશ બચુભાઈ બારૈયા
રાહુલ દિપકભાઈ લીંબડીયા

મહત્વની વાત છે કે ભાવનગરના ડમીકાંડમાં તોડ થયાના આક્ષેપો બાદ યુવરાજસિંહને પણ ભાવનગર એસ.ઓ.જી. દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેના પગલે યુવરાજસિહં જાડેજા (Yuvrajsinh Jadeja) પોતાના સમર્થકો સાથે આજરોજ ભાવનગર એસ.ઓ.જી. સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા હાજર થયા હતા. આ પહેલા યુવરાજસિંહે પત્રકારો સાથે વાત કરતા જીતુ વાઘાણી સહિત કેટલાક પૂર્વ મંત્રી અને ભાજપના નેતાઓ દ્વારા પણ સમજાવટ અને મામલો દબાવવાના પ્રયાસો થયા હોવાનો આરોપ કર્યો હતો. જેના પગલે રાજકીય ભૂકંપ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે યુવરાજસિહં જાડેજા ભાવનગર પોલીસ સમક્ષ 6 કલાક પહેલા પહોંચ્યા હતા અને હજુ પણ પોલીસની કચેરી ખાતે જ છે અને પોતાનો જવાબ નોંધાવી રહ્યા છે. ત્યારે યુવરાજસિંહ દ્વારા નવા ઘટસ્ફોટ થશે કે તોડકાંડના પુરાવ ખુલસે તે જોવું રહ્યું.
TAG: Bhavnagar Dummy Candidate Scam, Bhavnagar Dummy Case, Yuvrajsinh Jadeja
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








