Monday, May 25, 2026
HomeGeneralયુવકે પ્રેમ લગ્ન કરતાં માતાને મળી સજા, યુવતીના પરિવારજનો જીવતા સળગાવતા મૃત્યુ

યુવકે પ્રેમ લગ્ન કરતાં માતાને મળી સજા, યુવતીના પરિવારજનો જીવતા સળગાવતા મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છઃ Kutch News: ગુજરાતમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં પ્રેમ લગ્નમાં પરિવારના સભ્યોની મંજૂરી ન હોવાને કારણે લગ્નનું કરૂણ અંજામ આવતું હોય છે. આવો જ એક કિસ્સો કચ્છમાં (Kutch) સામે આવ્યો છે, જેમાં પ્રેમ લગ્નના (Love Marriage) વિરોધમાં લગ્ન કરનારા યુવકની માતાએ જીવ ગુમાવવો પડ્યો છે. યુવક-યુવતીએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા અને યુવતીના પરિવાર દ્વારા યુવકની માતા પર હુમલો (Attack on Mother) કરવામાં આવ્યો હતો. સાથે જ યુવકની માતાને જીવતી સળગાવી દેવામાં આવતા સારવાર દરમિયાન માતાનું મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, કચ્છના નખત્રાણાના નિજપારસ ગામના હેમંત નામના યુવકે નાના કાદિયા ગામની રિધ્ધિ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. બંને લોકો લગ્ન કરવા માગતા હતા, પરંતું યુવતીના પરિવારજનોને આ લગ્ન મંજુર ન હોવાના કારણે વિરોધ કર્યો હતો. જેથી યુવક-યુવતીએ ત્રણ મહિના પહેલા પરિવારની જાણ વગર લગ્ન કરી લીધા હતા. પરિવારને લગ્નની જાણ થશે તો વિરોધ કરશે તે બિકે યુવક-યુવતિ ગઈકાલે નખત્રાણા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસને પ્રેમલગ્ન કર્યા હોવાની સાથે ખોટા કેસ થવાની, પરિવારજનો દ્વારા અલગ કરી દેવાની વાત જણાવી હતી.

- Advertisement -

આ દિવસે સાંજના સમયે યુવતીની માતા, બે બહેન, ભાઈ સહિત 10થી 15 સ્ત્રી અને પુરુષો યુવકના ઘરે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન યુવકની 45 વર્ષીય માતા રાધાબેન અને દાદા મેઘજીભાઈ પર યુવતીના પરિવારજનોએ ધોકા-પાઈપ વડે હુમલો કર્યો હતો. યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોવાનો ખાર રાખીને યુવકની માતા રાધાબેન પર પેટ્રોલ અને કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેવામાં આવતા યુવકના માતા જીવતા સળગી ગયા હતા. માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાધાબેન એટલી હદે બળી ગયા હતા કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

દિકરાએ પ્રેમલગ્ન કરતાં માતાને સજા મળી હતી. આ મામલે યુવકના ભાભી અંજનાબહેને નખત્રાણા પોલીસ (Nakhatrana Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે યુવતીના દાદી રતનબેન, જયશ્રીબેન, જયશ્રીની બહેન, રિધ્ધિની માતા નર્મદાબેન, રિધ્ધિની બહેનો જ્હાન્વી અને જાગૃતિ, રિધ્ધિનો ભાઈ હાર્દિક અને અન્ય સગા-સંબંધી હેતલ, કરણ, મંગેશ, પંકજ, ચાર અજાણ્યા સ્ત્રી-પુરુષ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular