નવજીવન.ન્યૂઝ.ગાંધીનગરઃ Gandhinagar News: ‘મા તે માં બીજા બધા વગડા ના વા’ આ કહેવત તો તમે સંભાળી જ હશે પરંતુ માની મમતાને લાંછન લગાવે તેવો કિસ્સો ગાંધીનગરમાંથી (Gandhinagar) સામે આવ્યો છે. જેમાં સગી જનેતાએ બાળકોની જિંદગી નર્ક સમાન કરી નાખી હતી.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેકટર-7 પોલીસ મથકના વિસ્તારમાં રહેતા દંપતીનાં લગ્ન 18 વર્ષ અગાઉ થયા હતા. આ લગ્નજીવનથી તેમને 16 વર્ષની દિકરી અને 10 વર્ષનો દિકરો હતો. પતિ નોકરી પર જતો ત્યારે માતા બાળકોને એકલા મૂકી નીકળી જતી રહેતી હતી. પતિના આવવાના સમયે તે ઘરે પરત આવી જતી હતી. બાદમાં પત્નીએ ધીરે-ધીરે પતિની ગેરહાજરીમાં બીજા પુરુષોને ઘરે બોલાવવાનું શરૂ કર્યું.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઘરમાં કંકાસ શરૂ થતા પતિ-પત્ની છુટા પડવા સુધી પહોંચી ગયા હતા. પત્નીના વ્યવહારથી કંટાળી પતિ પત્નીને છોડી જતો રહ્યો હતો. આમ પતિ પાસેથી પત્ની ભરપોષણ મેળવી રહી હતી. દરમિયાન તેના ઘરે પર પુરૂષો આવતા હતા અને આ બધું જ તેની ધોરણ 10માં અભ્યાસ કરતી પુત્રી જોઈ રહી હતી અને બધું સમજી પણ રહી હતી.
એવામાં ઘરે આવતા પર પુરુષો ધોરણ 10માં અભ્યાસ કરતી પુત્રી તરફ નજર બગાડી રહ્યા હતા. આ તમામ બાબતોથી કંટળી દિકરીએ એક દિવસ માતા સામે અવાજ ઉઠાવ્યો હતો. આ વાત તેની માતાને પસંદ નહીં પડતા તે દિકરીને રૂમમાં બંધ કરી દેવા લાગી હતી. જેથી દિકરીએ 181 નંબર પર ફોન કરી અભયમની ટીમને (Abhayam Team) મામલાની જાણ કરી હતી. જેથી અભયમની ટીમે ઘટના સ્થળની તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. અભયમની ટીમે બાળકીને આ દોજખમાંથી ઉગારી સખી વન સ્ટોપના આશ્રયગૃહમાં (Sakhi One Stop Centre) મુકી આગળની કાર્યવાહી કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








