Sunday, June 7, 2026
HomeGujaratBhavnagarડમીકાંડના આરોપી મિલન બારૈયાની પુછપરછમાં થયા મોટા ખુલાસા, સગીર વયથી જ બનતો...

ડમીકાંડના આરોપી મિલન બારૈયાની પુછપરછમાં થયા મોટા ખુલાસા, સગીર વયથી જ બનતો હતો ડમી ઉમેદવાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Dummy Case: રાજ્યવ્યાપી ડમીકાંડથી (Dummy Scam) ખળભળાટ મચી ગયો છે. દરરોજ ડમીકાંડની તપાસમાં નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે અને આરોપી પણ પકડાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીઓની SITએ ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની હજુ શોધખોળ ચાલી રહી છે. મહત્વની વાત છે કે ભાવનગર પોલીસના (Bhavnagar Police) ચોપડે 36 જેટલા આરોપી સત્તાવાર રીતે નોંધાયા છે. ત્યારે જે રીતે પકડાયેલા આરોપીઓ દ્વારા કબૂલાત કરવામાં આવી રહી છે તેને જોતા ડમીકાંડનો મામલો પૂર્વ અયોજીત ષડયંત્ર હોવાની શક્યતાઓ પ્રબળ બની છે. એવામાં અમરેલીના (Amreli) દૂધાળાથી ઝડપાયેલા મિલન બારૈયાની (Milan Baraiya) પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ડમી ઉમેદવાર (Dummy Candidate) તરીકે પરીક્ષા આપવા માટે રૂપિયા 25 હજાર લેવામાં આવતા હતા.

મળતી વિગતો અનુસાર ડમીકાંડની તપાસનો રેલો ભાવનગરથી અમરેલી સુધી પહોંચ્યો છે. SITની ટીમે અમરેલીમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં અમરેલીના દૂધાળા ખાતેથી મિલન બારૈયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 19 વર્ષીય આરોપી મિલન બારૈયા વર્ષ 2020થી વર્ષ 2022 દરમિયાન ડમી ઉમેદવાર તરીકે ઓછામાં ઓછા 7 વખત પરીક્ષા આપી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચે (Bhavnagar Crime Branch) આ મામલાનો ખુલાસો કરતા મિલન બારૈયાની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ સુધીમાં ડમીકાંડ મામલે કુલ 7 આરોપીની ધરપકડ થઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

ભાવનગરના સરતાનપર ગામના મિલન બારૈયા પર આરોપ છે કે તેણે સ્કૂલ ટિચર દશરથના દિકરા દેવર્ષી બ્રાહ્મણ માટે ડમી ઉમેદવાર તરીકે પ્રથમ વખત પરીક્ષા આપી હતી. મિલને ભાવનગરની સ્વામી વિદ્યામંડી પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12ની ફિઝિક્સની પરીક્ષા આપી હતી. જે વિદ્યાર્થી દેવર્ષી હાલ મેડિકલનો અભ્યાસ કરવા માટે ફિલિપાઈન્સમાં હોવાના અહેવાલ છે. ઉપરાંત માહિતી મળી રહી છે કે દેવર્ષીના પિતા દશરથ વેળાવદર ખાતે સરકારી શાળામાં ફરજ બજાવી રહ્યા છે.

વર્ષ 2020માં પણ મિલન બારૈયાએ એમ.કે. જમોદ શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીના ડમી તરીકે પણ પરીક્ષા આપી હતી. તેમજ ગત વર્ષે જ 13 માર્ચના રોજ કવિત રાવ નામના વિદ્યાર્થી માટે પણ તેણે પરીક્ષા આપી હતી. આ ઉપરાંત લાઈવ સ્ટોક ઈન્સપેક્ટરની પરીક્ષા માટે પણ ડમી ઉમેદવાર તરીકે તેનું નામ ખુલે તેવી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ડમીકાંડ મામલે કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી ખાતેથી પોલીસ સબ ઈન્સપેક્ટરની ટ્રેનિંગ લઈ રહેલા આરોપી સંજય પંડ્યાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ભાવનગરની ગવર્મેન્ટ એન્જીનિયરિંગ કોલેજમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અક્ષય બારૈયાના ડમી ઉમેદવાર તરીકે સંજય પંડ્યાએ પરીક્ષા આપી હોવાનો આરોપ છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ ડમીકાંડ મામલે હજુ કેટલા નવા ખુલાસા થાય છે.

- Advertisement -

TAG: Bhavnagar Dummy Case, Dummy Candidate Scam, Gujarat News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular