Monday, May 25, 2026
HomeNationalહરીફાઈમાં ટ્રેક્ટર મોતના મુખમાં ધકેલાયું, 20થી વધુના મોત 31 ઘાયલ

હરીફાઈમાં ટ્રેક્ટર મોતના મુખમાં ધકેલાયું, 20થી વધુના મોત 31 ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉત્તર પ્રદેશ: Shahjahanpur Tractor Accident: સ્પર્ધા ખેલવી સારી બાબત છે પરંતુ, જીવના જોખમે ખેલાયેલી નહીં. ‘ઝડપની મઝા મોતની સજા’ના સુત્રને સાર્થક કરતી એક દૂર્ઘટના(Accident) ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) શાહજહાંપુરમાંથી (Shahjahanpur) સામે આવી છે. 2 ટ્રેક્ટરની (Tractor) વહેલા રસ્તો પાર કરવાની જામેલી હરીફાઈએ 20થી વધુ લોકોના જીવ લીધા છે, તો 31 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અઝમતપુર ગામમાં એક ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે કથા માટે લોકો 2 ટ્રેક્ટરમાં બેસીને ગર્રા નદીમાંથી પાણી લેવા માટે બિરસિંગ ગામમાં આવ્યા હતા. પાણી ભરીને પરત ફરતી વેળાંએ બંને ટ્રેક્ટર વચ્ચે આગળ વધવાની સ્પર્ધા જામી. વહેલા પહોંચવાની જીદે સાંકડા રસ્તા પર બન્ને ટ્રેક્ટરે એકબીજાને ઓવરટેક કરી. તે દરમિયાન એક ટ્રેક્ટરે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પુલની રેલીંગ તોડી નીચે નદીમાં ખાબક્યું હતું. જેમાં અંદાજે 42 લોકો સવાર હતા. ટ્રેક્ટર પુલ પરથી નીચે ગર્રા નદીમાં પટકાતાં 20 લોકોના મોત થયા છે, જ્યારે 31 લોકો ઘાયલ થયા છે.

- Advertisement -

તિલ્હાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર હેઠળ આવતા બિરસિંગ ગામમાં બનેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. લોકોએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. પ્રાથમિક ધોરણે લોકોએ એકબીજાને બચાવવાના પ્રયાસ શરુ કર્યા હતા.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કાફલો અને NDRF અને SDRF ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને અનેક એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે CHC ખાતે મોકલવામાં આવ્યા હતા. તો સ્થાનિક વહીવટી અધિકારીઓ સહિત ધારાસભ્ય સરોના કુશવાહા અને પૂર્વ ધારાસભ્ય રોશનલાલ વર્મા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીમાં જોતરાયા હતા.

આ ઘટનાના અહેવાલ સીએમ યોગી પાસે પહોંચતા આ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જિલ્લા વહીવટી અધિકારીઓને ઝડપી કામગીરી કરવાના આદેશ આપ્યા છે. ઘાયલોના જલ્દી સાજાં થવાની કામના સાથે મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાના સહાયના પેકેજની જાહેરાત કરી છે. જો કે આ ઘટનામાં મોટાભાગે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ટ્રેક્ટરમાં સવાર હોવાની માહિતી મળી છે. તેમજ હજી પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular