Friday, April 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ: મહિલાને ઓનલાઈન ડ્રેસની ખરીદી ભારે પડી, ગઠિયાએ આખું ખાતું જ ખંખેરી...

અમદાવાદ: મહિલાને ઓનલાઈન ડ્રેસની ખરીદી ભારે પડી, ગઠિયાએ આખું ખાતું જ ખંખેરી લીધું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Cyber Crime: બજારની ભીડ અને ટાઈમ બચાવવા માત્ર એક ક્લિકથી જે વસ્તું જોઈએ તે ઘર સુધી પહોંચી જતી હોય છે. છેલ્લાં કેટલાંક સમયથી ઓનલાઈન શોપિંગનો ટ્રેંડ ચાલી રહ્યો છે. તેવામાં ગઠિયાઓએ ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરતાં લોકોને કેવી રીતે છેતરી (Fraud) શકાય તેનો પણ તોડ શોધી નાંખ્યો છે. અમદાવાદની (Ahmedabad) એક યુવતીએ ઓનલાઈ શોપિંગ કરીને એક ડ્રેસ મંગાવ્યો હતો. આ ડ્રેસ મંગાવવામાં મહિલાનું બેન્કનું ખાતુ ખાલી થઈ ગયું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં રહેતી એક યુવતીએ ઓનલાઈન સુરતથી એક ડ્રેસ મંગાવ્યો હતો. જેનું પાર્સલ ન મળતાં યુવતીએ ગુગલ પર બ્લુડાર્ટનો હેલ્પ લાઈન નંબર સર્ચ કરીને તેના પર ફોન કર્યો હતો. આ દરમિયાન ફોન ઉપાડનારે કહ્યું હતું કે, “તમારું પાર્સલ અમારી પાસે આવી ગયું છે, પરંતું તેના માટે તમારે ઓનલાઈન પાંચ રૂપિયા ભરવા પડશે”. જે બાદ પાંચ રૂપિયાના ટ્રાન્ઝેક્શન માટે યુવતીના વોટ્સએપ પર એક લીંક મોકલી આપી હતી.

- Advertisement -

મહિલાએ લીંક મળતાં તેમાં પોતાનું નામ, બેંકનુ નામ અને રૂપિયા 5નું ફોર્મ સબમીટ કરતાં બે કલાક પછી 5 રૂપિયા કપાઈ ગયા હતા. ત્યારબાદ તેના મોબાઈલમાં પહેલીવાર રૂપિયા 20 હજાર, બીજીવાર રૂપિયા 20 હજાર, ત્રીજીવાર રૂપિયા 50 હજાર અને ચોથીવારમાં 8 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી, કુલ 98 હજાર રૂપિયા ગઠીયાએ યુવતીના ખાતામાંથી ઉપાડી લીધા હતા. આ અંગેની જાણ યુવતીએ પોલીસને કરતાં સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular