Tuesday, May 26, 2026
HomeGujaratBhavnagarભાવનગરમાં પેપરલીક મામલે પોલીસે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત કેટલાક વિદ્યાર્થીઓની કરી અટકાયત

ભાવનગરમાં પેપરલીક મામલે પોલીસે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત કેટલાક વિદ્યાર્થીઓની કરી અટકાયત

- Advertisement -

વજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavanagar News: ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં (Bhavnagar University) ચાલતી પરીક્ષાનું પેપર લીક (Paper Leak) થયાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ યુનિવર્સિટી તંત્ર ઉંઘમાંથી ઉઠી હરકતમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ પેપર ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગાલા(Amit Gala) ના મોબાઈલમાંથી લીક થયું હતું. જેના પગલે પોલીસ (Bhavnagar Police) દ્વારા હાલ જી.એલ. કાકડીયા કોલેજના અમિત ગાલાની અટકાયત કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

મળતી વિગતો અનુસાર ભાવનગર યુનિવર્સિટીના પેપર લીક મામલે પોલીસે જી.એલ. કાકડીયા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. મહત્વની વાત છે કે ગત શનિવારના રોજ યુનિવર્સિટીની પરીક્ષાનું બી.કોમ. સેમેસ્ટર 6ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા યોજાય તે પહેલા જ પેપરનો ફોટો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયો હતો અને મામલો સામે આવ્યો હતો. આ મામલે યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ પેપર બપોરે પરીક્ષા લેવાય તે પહેલા જ વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું હતું. જેના પગલે યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહીન દોર શરૂ થયો હતો.

- Advertisement -

આ મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે પેપરનો મોબાઈલ મારફતે ફોટો લેવામાં આવ્યો હોય મોબાઈલના માલિક ઈન્ચાર્જ પ્રિન્સિપાલની અને ભરતનગર વિસ્તારના કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

TAG: Bhavnagar News, Bhavnagar University Paper Leak, Bhavanagar Latest news

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular