Friday, April 17, 2026
HomeGujaratRajkotરાજકોટઃ ધોળા દિવસે યુવકનું અપહરણ કરી લૂંટ મામલે LCBએ 4ને દબોચ્યા

રાજકોટઃ ધોળા દિવસે યુવકનું અપહરણ કરી લૂંટ મામલે LCBએ 4ને દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot Crime News: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં લૂંટના (Loot) ઈરાદે અપહરણ (Kidnapping) કરવામાં આવ્યું હતું. બેન્કમાં પટાવાળાની નોકરી કરતા હેન્ડીકેપ યુવકનું રસ્તામાંથી અપહરણ કરીને લૂંટ કરવામાં આવી હતી. યુવક પાસેથી મોબાઈલ, સોનાની ચેન પડાવી લઈને રૂપિયા 50 હજારની માગણી કરવામાં આવી હતી. આ બનાવ અંગે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (Rajkot Police) દ્વારા ગણતરીના દિવસોમાં અપહરણ અને લૂંટને અંજામ આપનારા 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, જુનાગઢનો રહેવાસી વિશાલ પટેલ હેન્ડીકેપ છે અને પાંચપીપળા ખાતે રાજકોટ જીલ્લા સહકારી બેન્કમાં છેલ્લાં 10 વર્ષથી પટાવાળા તરીકે નોકરી કરે છે. ગત 29 માર્ચના રોજ વિશાલ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન એક કાર રસ્તામાં તેનો પીછો કરી રહી હતી. ‘પધારો’ હોટલ નજીક અંડર બ્રીજથી જુનાગઢ રોડ પર આ કારે વિશાલની મોટર સાયકલને ટક્કર મારતા વિશાલ રોડ પર પટકાયો હતો. કારમાં રહેલા એક વ્યક્તિએ તેને કારમાં બેસી જવાનું કહેતા વિશાલે મનાઈ કરી હતી. જોકે કોઈ અજાણ્યો વ્યક્તિ મદદે આવતા કાર લઈ આવેલા લોકો ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

વિશાલ પીપળવાના પાટીયા પાસે પહોંચતા તે કાર ફરી પાછી આવી ગઈ હતી. કારમાં બેસેલા લોકોએ વિશાલને જબરજસ્તીથી કારમાં બેસાડી દીધો હતો અને આંખે પટ્ટી મારી દીધી હતી. ત્યારબાદ વિશાલ પાસે રહેલો I Phone 14 લઈ લીધો હતો. ઉપરાંત યુવકના પાકીટમાં રહેલા 500 રૂપિયા લઈ લીધા હતા અને ગળામાં રહેલી સોનાની ચેઈન પણ લઈ લીધી હતી. ત્યારબાદ અપહરણકર્તાએ વિશાલ પાસે રૂપિયા 20 લાખની માગણી કરી હતી. જોકે એટલા રૂપિયા હોવાની મનાઈ કરતા વિશાલના મોબાઈલમાંથી સીમકાર્ડ તેને પરત આપી દીધુ હતું. સાથે જ મોબાઈલનું બીલ અને રૂપિયા 50 હજાર ફોન કરે ત્યારે આપી જવાનું જણાવ્યું હતું.

અપહરણકર્તાએ વિશાલને તે લોકો નીકળી જાય બાદમાં આંખેથી પટ્ટી ખોલજે નહીંતર જીવતો નહીં રહેવા દેવાની ધમકી આપીને ગાડીમાંથી ઉતારી દીધો હતો. આ સમગ્ર મામલે વિશાલે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સુરતના ચાર અને જૂનાગઢના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરતના મીત ઝાલાવાડીયા, દીપક ભડીયાદ્રા, નીકિત માલવિયા, ધ્રુવ રાબડીયા અને જૂનાગઢના કિશન દુધાત્રાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ સફેદ કલરની કાર લઈને જૂનાગઢથી સુરત તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા વોચ રાખીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી લૂંટ કરેલો મોબાઈલ, સોનાની ચેઈન, મોબાઈલ અને I20 કાર સહિત કુલ રૂપિયા 7,24,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular